પ્રોત્સાહન:અમરેલી કલેકટરે યુવા તથા મહિલા મતદારોની નોંધણીની વિશેષ કામગીરી માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 શરુ છે. આ કામગીરીના ભાગરુપે ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. આ ખાસ ઝુંબેશ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાએ 95-અમરેલી વિધાનસભાના અને 94- ધારી વિધાનસભાના અલગ અલગ મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

આ ખાસ ઝુંબેશમાં વધુમાં વધુ યુવા તથા મહિલા મતદારોની નોંધણી થાય તે માટે સંબંધિતોને સૂચનો પણ કલેકટરએ આપ્યા હતા. કલેકટરએ અલગ-અલગ મતદાન મથકોની મુલાકાત લઈ 18-19અને 20-29 વયજુથના વધુમાં વધુ યુવા તથા મહિલા મતદારોની નોંધણી થાય તે માટે વિશેષ કામગીરી માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...