તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લામા ડિસેમ્બર અને જાન્યુઅારીમા ન પડી હાેય તેવી કડકડતી ટાઢ હવે ફેબ્રુઅારીના અારંભે પડી રહી છે. ચાલુ શિયાળામા પ્રથમ વખત અમરેલીમા 7.8 ડિગ્રી ન્યુનતમ તાપમાન સાથે સાૈથી વધુ ઠંડી પડી હતી. ખાસ કરીને વહેલી સવારની ટાઢે લાેકાેને ધ્રુજાવ્યા હતા. બીજી તરફ બપાેરના સમયે મહતમ તાપમાન ઉંચકાયુ હતુ. અમરેલી પંથકમા અાજે લાેકાેને માેસમના વિચિત્ર મિજાજનાે સામનાે કરવાે પડયાે હતાે. ચાલુ શિયાળામા સાૈપ્રથમ વખત અહી તાપમાનનાે પારાે 8 ડિગ્રી કરતા પણ નીચે ઉતરી ગયાે હતાે.
અને અાજે અમરેલી શહેરનુ ન્યુનતમ તાપમાન માત્ર 7.8 ડિગ્રી નાેંધાયુ હતુ. અા શિયાળામા અાટલુ નીચુ તાપમાન કયારેય નાેંધાયુ નથી. ગઇકાલે અમરેલી શહેરનુ ન્યુનતમ તાપમાન 12 ડિગ્રી નાેંધાયુ હતુ. અામ માત્ર 24 કલાકના ગાળામા પારાે 4.2 ડિગ્રી જેટલાે નીચે ગગડી ગયાે હતાે. જેના કારણે અમરેલી તથા અાસપાસના વિસ્તારમા વહેલી સવારે અાકરી ટાઢ અનુભવાઇ હતી. બીજી તરફ બપાેરના સમયે તેનાથી તદ્દન વિપરીત સ્થિતિ જાેવા મળી હતી. ગઇકાલે અમરેલી શહેરનુ મહતમ તાપમાન 28 ડિગ્રી રહ્યું હતુ.
પરંતુ અાજે બપાેરના સમયે તાપમાનનાે પારાે 32.6 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. જેને પગલે લાેકાેને બપાેરના સમયે ગરમીનાે અહેસાસ થતાે હતાે. પાછલા કેટલાક દિવસાે દરમિયાન અા સાૈથી મહતમ તાપમાન હતુ. અામ અેક જ દિવસમા લાેકાેને ચાલુ શિયાળામા સાૈથી ઠંડાે દિવસ અને સાૈથી ગરમ દિવસ અનુભવાયાે હતાે.
અાજે અમરેલીમા હવામા ભેજનુ પ્રમાણ 58 ટકા હતુ. જયારે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 4.2 કિમીની રહી હતી. શિયાળાે હવે તેના અંત ભણી અાગળ ધપી રહ્યાે છે. તેવા સમયે અચાનક વહેલી સવારે અેકદમ ટાઢાેડુ ફરી વળતા વહેલી સવારનુ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ હતુ. ગીરકાંઠાના ધારી, ખાંભા પંથકમા પણ અાકરી ટાઢનુ માેજુ ફરી વળ્યું હતુ. જયારે દરિયાકાંઠાના વિસ્તારમા પ્રમાણમા ઠંડીમા રાહત જાેવા મળી હતી.
ધારીમાં તાપમાન 10.7 ડિગ્રી પર
ગીરકાંઠાના ધારી પંથકમા પણ વહેલી સવારે કાતિલ ઠંડી અનુભવાઇ હતી. અહી ન્યુનતમ તાપમાન 10.7 ડિગ્રી નાેંધાયુ હતુ. અહી ડિસેમ્બર અને જાન્યુઅારી માસ દરમિયાન પાંચ વખત તાપમાનનાે પારાે 10 ડિગ્રી કરતા નીચે જાેવા મળ્યાે હતાે. બે દિવસ પહેલા 30મી જાન્યુઅારીઅે અહી માત્ર 8 ડિગ્રી તાપમાન હતુ.
અમરેેલીમાં બીજી વખત પારાે 10 ડિગ્રીથી નીચે
અમરેલીમા ચાલુ શિયાળામા બીજી વખત તાપમાનનાે પારાે 10 ડિગ્રી કરતા નીચે ગયાે છે. અગાઉ 7મી જાન્યુઅારીના રાેજ અમરેલીમા ન્યુનતમ તાપમાન 8.4 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે અાજે પહેલી ફેબ્રુઅારીના રાેજ ન્યુનતમ તાપમાન 7.8 ડિગ્રી નાેંધાયુ હતુ.
સવારે જેટલંુ ઘટ્યું બપાેરે તેટલંુ જ વધ્યું
રવિવારના સરખામણીમા સાેમવારે અમરેલીમા તાપમાનનાે પારાે 4.2 ડિગ્રી જેટલાે નીચે ગયાે હતાે. પરંતુ બપાેરના સમયે રવિવારની સરખામણીમા સાેમવારે મહતમ તાપમાન 4.6 ડિગ્રી જેટલુ ઉંચકાયુ હતુ. અામ લાેકાેને અેક જ દિવસમા બેવડી ઋતુ અનુભવાઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.