તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli Chilled By Cold Winds, Minimum Temperature Drops To 16.4 Degrees Celsius, Temperature Likely To Drop Further In Coming Days

વાતાવરણ:અમરેલી ટાઢાબોળ પવનથી ઠંડીમાં ઠૂંઠવાયું, ન્યૂનતમ તાપમાનનો પારો ગગડીને 16.4 ડિગ્રી પર, હજુ આવનાર દિવસોમાં તાપમાન હજુ ઘટે તેવી શક્યતા

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી પંથકમાં શિયાળો બેસી ગયા બાદ હવે કડકડતી ટાઢનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે. તાપમાનનો પારો ગગડી 16.4 ડિગ્રી પર પહોંચી ગયો છે. એટલું જ નહીં આજે ટાઢોબોળ પવન ફૂંકાયો હતો. જેના કારણે નગરના લોકો ઠુંઠવાયા હતા.

ચાલુ સાલે અત્યાર સુધી માત્ર ગુલાબી ઠંડીનો અનુભવ થતો હતો. પરંતુ હવે પારો સતત નીચે ગગડી રહ્યો છે. આજે અમરેલી વિસ્તારમાં મહત્તમ તાપમાન પણ નીચું ગયું હતું. શહેરમાં મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. જયારે ન્યૂનતમ તાપમાન 16.4 ડિગ્રી થયું હતું. હવામાં ભેજનું પ્રમાણ પર 59 ટકા જેટલું ઊંચું હતું. તો બીજી તરફ ભારે પવન પણ ફૂંકાયો હતો. જેના કારણે લોકો થર થર કાંપ્યા હતા. આજે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 9.8 કિમીની રહી હતી.દર વર્ષે શિયાળો ગાળવા આવતા પ્રવાસી પક્ષીઓ પણ આવી રહ્યા છે. એકંદરે શિયાળો જમાવટ કરી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં તાપમાન વધુ ઘટે તેવી શક્યતા જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...