• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli BJP Leader Dr Kanabar Tweeted That Lebhagu Contractors, A Bunch Of Cutthroat Officials, Were Called "piecemeal" Gangs.

તંત્રની નિષ્ફળતા ઉજાગર કરતી ટ્વીટ:અમરેલીના ભાજપ નેતા ડો. કાનાબારે સરકારની પોલ ખોલી, રોડ બનાવનારાઓને 'ટુકડે ટુકડે' પૈસા ખાતી ગેંગ કહી

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખને ટેગ કરી પાણી ભરેલા ખાડાનો ફોટા સાથે ભાજપ નેતાનુ ખુલ્લુ ટ્વીટ
  • આ ટ્વીટને લઈ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચી

ગુજરાત ભરમાં ચોમાસામાં શહેરો અને મહાનગરોમાં રોડ રસ્તા હાઇવેના કામોની નબળી ગુણવત્તાના કારણે રોડ રસ્તા ખખડધજ બને છે. ચોમાસા દરમિયાન રસ્તામાં પાણી ભરાતા ખાડા રાજથી વાહનો ચાલકો સ્થાનિકો નગરવાસીઓ પરેશાન થતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં 1 ફોટો વાયરલ થયો છે. જેમા નબળા માર્ગનો ફોટો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ત્યારે આ તસ્વીર સાથે અમરેલી ભાજપના વરિષ્ઠ નેતા અને જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર દ્વારા આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટેગ કરી એક ટ્વીટ કર્યું છે. જેને લઈ સોશિયલ મીડિયા પર ધૂમ મચી છે.

લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે
ડૉ. ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું કે, એક કે બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય છે, તેવા નબળા રોડ બનાવવતા લેભાગુ કોન્ટ્રાકટરો, કટકીબાજ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ લોકસેવકોની ટોળકી જ ખરા અર્થમાં " ટુકડે ટુકડે" ગેંગ છે. જેમને કારણે લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.

આ પહેલા પણ સરકાર વિરુદ્ધ ટ્વીટ કરી રજૂઆતો કરી હતી
અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારના ટ્વીટને લઈ સોશિયલ મીડિયા પર ધૂમ મચી છે. ત્યારે અમરેલીમાં એક એવા નેતા ડૉ.ભરત કાનાબાર કે જે હમેશા સત્ય માટે પાર્ટીના કેટલાક નેતા ઓને ન ગમે છતાં તેઓ ટ્વીટ કરી પોલ ખોલતા હોય છે. આ ઉપરાંત લોકડાઉનના કારણે કેટલાક નિર્ણયોમાં પ્રજાને પડતી મુશ્કેલી વખતે પણ પાર્ટી સરકાર વિરુદ્ધ પણ ટ્વીટ કરી રજૂઆતો કરી હતી. આ બધી જ બાબતોથી ડૉકટર ભરત કાનાબારની સમગ્ર પંથકમાં અલગ લોક ચાહના છે.

ડો.કાનાબારની ટ્વીટ પર લોકોએ સરકારને ધોઇ નાખી
ડો.કાનાબારે કરેલી ટ્વીટ પર અનેક લોકોએ સરકારની પોલ ખોલતી કોમેન્ટ કરી છે. જેમાં દીપક પટેલે લખ્યું છેકે, કાનાબાર સાહેબ તમને તો નરેન્દ્ર મોદી ફોલો કરે છે અને આપેએ તો આપની ટ્વીટમાં પણ સાહેબને ટેગ કર્યા છે. આશા રાખીએ કે સોશિયલ મીડિયા માં રુચિ ધરાવનાર આપણાં #પ્રધાનમંત્રી માફ કરજો #પ્રધાનસેવક આ ટ્વીટ જોઈને યોગ્ય પગલાં લેશે. જ્યારે જીતુ સોજીત્રાએ લખ્યું છેકે, 25 વર્ષથી સરકાર કોની છે? એના ઉપર પણ જરાક બોલવું પડે કારણકે ભ્રષ્ટાચારીઓને પકડવાનું કામ સરકારે કરે છે. તો ઝવેરભાઈ રંઘોલિયાએ લખ્યું છેકે, એક ચોમાસું જાય એટલે "રોડ પર ખાડા કે ખાડામાં રોડ" તેવી હાલત દર વર્ષે કોના રાજ માં થાય છે..? નવા બનાવેલા રોડ ત્રણ મહિનામાં ઉખળી જાય છે. શેના કારણે ઉખળી જાય છે..? પ્રજા નાં ટેક્સ ના પૈસા નો દુર ઉપયોગ કોની સરકાર માં થઈ રહ્યો છે..?.

સત્યને માટે લડવાની વાત છે: ડો. કાનાબાર
આ અંગે ડો. કાનાબારે જણાવ્યું હતુ કે, જે જાહેર બાંધકામો થાય છે તેમાં આ રોગ વર્ષોથી ચાલ્યો આવે છે. પ્રજાની નગર સામે લોકોના નાણાં વેડફાઇ રહ્યાં છે. જે અધિકારીઓએ કામની કોલેટી ચેકાચણી કરવાની હોય તે લોકો કોન્ટ્રાક સાથે મળીને નબળા કામો છે. સરવાળે દેશને નુકસાન જાય છે. મારા ટ્વીટનો મુળ હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આજે જ્યારે મહાત્મા ગાંધીનો જન્મ દિવસ છે ત્યારે સત્યને માટે લડવાની વાત છે. લોકો સત્યની સાથે લડે. લોકો પોતાના વિસ્તારમાં થતાં કામોની કોલેટીનું ધ્યાન રાખે.

અન્ય સમાચારો પણ છે...