તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:અમરેલી ભાજપ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં સી.આર. પાટીલ, દિલીપ સંઘાણીએ ASPની બદલી કરાવી

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના નેતા દિલીપ સંઘાણીના અલ્ટીમેટમ બાદ સરકારે ASPની બદલી કરી, ASP પર ભાજપના કાર્યકર્તાઓને માર માર્યાનો આક્ષેપ

અમરેલીમાં સિનીયર સિટીઝન પાર્ક ખાતે ભાજપ કાર્યકર્તાઓ વેક્સિનેશન કેમ્પ માટે તૈયારી કરી રહ્યાં હતા ત્યારે શનિવારે રાત્રે ભાજપના બે કાર્યકરાેને એએસપીએ માર માર્યાે હાેવાના આક્ષેપ સાથે સિવિલ હાેસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા મામલાે ગરમાયાે હતાે. ઘટનાને પગલે માેડી રાત્રે ભાજપના દિગ્ગજ નેતાઓ કાર્યકરાે સાથે હાેસ્પિટલ દાેડી ગયા હતા અને ઘટના અંગે છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આઇજી સહિત રજૂઆત કરી એએસપી સામે પગલા લેવા માગ કરાઇ હતી.

અમરેલીમા સિનિયર સિટિઝન પાર્ક ખાતે વેકસિનેશન કેમ્પ માટે શનિવારે રાત્રીના અહી ભાજપના કાર્યકર્તાઓ તૈયારીઓ કરી રહ્યાં હતા. અમર ડેરીના ડિરેકટર રાજેશ માંગરાેળિયા અને દિવ્યેશ વેકરિયાને એએસપી અભય સાેનીએ માર માર્યાની ફરિયાદ સાથે બંને સારવાર માટે સિવિલમા દાખલ થતા અહીં માેડી રાત્રે નાફસ્કાેબના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુકેશ સંઘાણી, કાૈશિક વેકરિયા કાર્યકરાે સાથે હાેસ્પિટલે દાેડી ગયા હતા. દિલીપ સંઘાણીએ રાત્રે જ આ ઘટના અંગે મુખ્યમંત્રીને ટેલિફાેનિક જાણ કરી હતી.

જેણે ભૂલ કરી છે તેની સામે પગલા લેવા માગ કરી છે
ભાજપના કાર્યકરાે સતત સેવાની પ્રવૃતિ કરતા હાેય છે. કાેરાેનાએ ઉથલાે માર્યાે છે ત્યારે ભાજપના કાર્યકરાે વેક્સિનેશન કેમ્પના આયાેજનાે કરી રહ્યાં છે. તેમણે શનિવારે રાત્રે ભાજપના કાર્યકરાે અને પાેલીસ વચ્ચે થયેલ ઘર્ષણની ઘટના અંગે જણાવ્યુ હતુ કે અમે કાયદાકીય રીતે જેણે પણ ભૂલ કરી છે તેની સામે પગલા લેવા માગ કરી છે. - સી.આર. પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ

પગલાં લેવા સરકારને ફરજ પડાશે
એએસપી અભય સાેનીએ આવી કામ કરતા કાર્યકરાે સાથે મારકૂટ કરતા બે કાર્યકરાે હાેસ્પિટલમા દાખલ કરાયા છે. જેથી આ બાબતનુ ધ્યાન સરકાર અને સંબંધિત વિભાગમા દાેર્યુ છે. કાર્યકર્તાનાે રાેષ હતાે, સવારે ધરણાં પર બેસી જવાનુ હતુ. આ અધિકારી સામે પગલાં ભરવા સરકારને ફરજ પાડવા નિર્ણય કરાશે. - દિલીપ સંઘાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો