લમ્પી વાઈરસનો કહેર:અમરેલી પશુપાલન કચેરીએ ઈશ્વરીયા, નાની કુંડળ, કરિયાણઆ, ખારા અને દામનગરમાં સઘન કામગીરી હાથ ધરી

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5,352 પશુઓનું રસીકરણ અને 83 પશુઓની સારવાર કરવામાં આવી

પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે જિલ્લા પશુપાલન કચેરી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના બાબરા, લીલીયા અને લાઠી ત્રણ તાલુકાના ઈશ્વરીયા, નાની કુંડળ, કરિયાણા, ખારા અને દામનગરમાં પશુઓના રક્ષણ માટે કામગીરી શરુ છે. પશુઓના આરોગ્ય માટે અસરકારક કામગીરીને લીધે પશુપાલકો તેમના પશુઓના રક્ષણ માટે રાહત અનુભવી રહ્યા છે. જિલ્લાના બાબરા તાલુકાના ઈશ્વરીયા, નાની કુંડળ, કરિયાણા, લીલીયા તાલુકાન ખારા તેમજ લાઠી તાલુકાના દામગનરમાં મળીને તા.૨૫ જુલાઈ-2022 સુધીમાં જિલ્લાના કુલ 197 પશુઓ લમ્પી વાયરસના સંક્રમણથી સાજા થઈ ગયા છે. પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીના કારણે આ સ્થિતિએ 83 પશુઓની સારવાર કરવામાં આવી છે.

કુલ 5,352 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં કુલ 280 પશુઓને લમ્પી વાઈરસની અસર થઈ હતી. જે પૈકીના 197 પશુઓ સાજા થઈ ગયા છે. સાજા થયેલા પશુઓમાં ઈશ્વરિયામાં 83, નાની કુંડળના 27, કરિયાણાના 59, ખારામાં 28 પશુઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિ મુજબ ત્રણ તાલુકાના 05 તાલુકામાં ઈશ્વરિયામાં 16 નાની કુંડળમાં 07, કરિયાણા 12, ખારા 38, દામનગરમાં 10 મળીને કુલ 83 પશુઓની સારવાર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં રસીકરણના આંકડાની વાત કરવામાં આવે તો તા.૨૫ જુલાઈ - 2022ની સ્થિતિએ ઈશ્વરીયામાં 824, નાની કુંડળમાં 2,615, કરિયાણામાં 1,513, ખારામાં 400, મળીને કુલ 5,325 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...