તપાસની માગ:GSSEBના કથિત પેપરલીક કાંડની તપાસ માટે અમરેલી AAP અને યુથ કૉંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કથિત પેપરલીક કૌભાંડ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માગ

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગયા રવિવારે લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો આપ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં આપ અને યુથ કૉંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી તપાસ કરવાની માગ કરવામા આવી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામા આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર સાબરકાંઠા જિલ્લામાંથી લીક થયાનો આપના નેતાએ આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. પહેલા ના ના કર્યા બાદ હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ આ મામલાની તપાસ માટે રજૂઆત કરવામા આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટી અને યુથ કૉંગ્રેસ દ્વારા યોગ્ય તપાસ કરાવવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આજે અમરેલી કલેકટર કચેરી ખાતે યુથ કોંગ્રેસના હોદેદારો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અલગ અલગ રીતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ ઉઠાવી હતી. આવેદનપત્ર પરીક્ષાર્થીઓ ના સમર્થનમાં આપી સરકાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી કડક હાથે કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...