તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલ્ટો:અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ, જાફરાબાદ ગ્રામ્યના કેટલાક ગામડામાં વરસાદી ઝાપટા

અમરેલી11 દિવસ પહેલા
  • સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો, શહેરી વિસ્તારમાં પાણી પાણી

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તથા જાફરાબાદ ગ્રામ્યના કેટલાક ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા છે. તેમજ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. તથા શહેરી વિસ્તારો પાણી પાણી થયા છે.

જાફરાબાદના હાઇવે ઉપર પણ ધીમીધારે વરસાદ શરૂ

અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેરમા થોડીવાર માટે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અને રાજુલા નજીક આવેલા ગામડા હિંડોરણા, છતડીયા, ખાખબાઈ જેવા ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો જાફરાબાદના વઢેરા, કડીયાળી,આસપાસના ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પીપાવાવ આસપાસ પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાથે રાજુલા જાફરાબાદના હાઇવે ઉપર પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

5 દિવસથી સમગ્ર જિલ્લામાં દરોજ વરસાદી ઝાપટા

ગઈ કાલે લાઠી, ધારી, બાબરા સહિત કેટલાક ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ગઈ કાલે રાજુલા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. તથા આજે ફરી વરસાદ જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતોની ચિંતા ફરી વધી છે.

અન્ય સમાચારો પણ છે...