તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:અમરેલી ગીરના ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે પાણીની સમસ્યા સર્જાતા લોકોની મુશ્કેલી બેવડાઈ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક મહિલાઓ, બાળકો, વૃદ્ધો અંતરિયાળ વિસ્તારમાં બેડા લઈ ભટકવા મજબૂર

અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે હાલ વરસાદ ખેંચાતા પાણીની તંગી સર્જાતા લોકોની મુશ્કેલી વધી છે. ધારી ગીર ના ખીચા ગામમા ભરચોમાસે પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. જેના કારણે મહિલાઓ અને બાળકોએ પાણી લેવા માટે ભટકવું પડી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના લોકો માટે પાણી ની વ્યવસ્થા પુરી પાડવામા આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. જ્યારે સ્થાનિક લોકો અને મહિલાઓની માગ છે કે, સરકાર દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક પાણી માટેની વ્યવસ્થા ઉભી કરવામા આવે. સ્થાનિક મધુબેને કહ્યું હતું કે, અમારા માટે સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામા આવે. પાણીના અભાવે હાલ અમારી મુશ્કેલી વધી છે.

અન્ય સમાચારો પણ છે...