સાર્વત્રિક વરસાદ:અમરેલી જિલ્લામાં સતત વરસતી અમીધારા ,રાજુલામાં અઢી ઇંચ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીલિયામાં બે ઇંચ વરસાદથી બજારોમાં ગોઠણડૂબ પાણી - Divya Bhaskar
લીલિયામાં બે ઇંચ વરસાદથી બજારોમાં ગોઠણડૂબ પાણી
  • લીલિયામાં બે તથા વડિયા, જાફરાબાદમાં દાેઢ ઇંચ : હજુ બે દિવસ ભારે વરસાદની અાગાહી

અમરેલી જિલ્લામા સાર્વત્રિક વરસાદનાે રાઉન્ડ અાજે પણ ચાલુ રહ્યાે હતાે અને રાજુલામા અઢી ઇંચ વરસાદ ખાબકયાે હતાે. અા ઉપરાંત લીલીયામા બે ઇંચ, વડીયા અને જાફરાબાદમા દાેઢ ઇંચ તથા બગસરામા અેક ઇંચ વરસાદ પડયાે હતાે. વરસાદના અા રાઉન્ડથી માેલાતને ખુબ ફાયદાે થઇ રહ્યાે હાેય અને ભુતળમા જળસંચય થઇ રહ્યાે હાેય જગતનાે તાત ખુશખુશાલ છે.

ગઇકાલે મેઘરાજાઅે અડધા સાૈરાષ્ટ્રને ઘમરાેળી નાખ્યું હતુ. તેની વચ્ચે અમરેલી જિલ્લામા માત્ર વડીયા, બગસરા અને ધારીમા નાેંધપાત્ર વરસાદ થયાે હતાે. જાે કે અાજે જિલ્લાના માેટાભાગના વિસ્તારને મેઘરાજાઅે અાવરી લીધા હતા. ખાસ કરીને દરિયાકાંઠાના રાજુલા તાલુકામા અનરાધાર વરસાદ તુટી પડયાે હતાે. અહી જાેતજાેતામા અઢી ઇંચ વરસાદ ખાબકી જતા સ્થાનિક નદીઅાેમા ભારે પુર અાવ્યાં હતા. અા વિસ્તારના જળાશયાે અગાઉથી જ છલકાયેલા છે. અાજના વરસાદ સાથે રાજુલામા અત્યાર સુધીમા 23 ઇંચ વરસાદ થયાે છે.

બીજી તરફ લીલીયા પંથકમા પણ ફરી મેઘકૃપા ઉતરી અાવી હતી અને અહી બે ઇંચ વરસાદ પડી ગયાે હતાે. અહી સિઝનનાે કુલ 26 ઇંચ વરસાદ થયાે છે. નાવલી નદીમા પણ ભારે પુર અાવ્યું હતુ. અાસપાસના ગ્રામ્ય વિસ્તારમા સતત વરસાદથી કપાસ, મગફળીનાે પાક ખીલી ઉઠયાે છે. બીજી તરફ વડીયામા વરસાદનાે સીલસીલાે અાજે પણ જળવાઇ રહ્યાે હતાે. રાત્રે અેક ઇંચ વરસાદ પડયા બાદ અાજે દિવસ દરમિયાન વધુ દાેઢ ઇંચ વરસાદ વરસી ગયાે હતાે. તાે દરિયાકાંઠાના જાફરાબાદ પંથકમા પણ વધુ દાેઢ ઇંચ વરસાદ વરસી ગયાે હતાે.

કલેકટર કંટ્રાેલરૂમના સુત્રાેઅે જણાવ્યું હતુ કે અાજે બગસરા પંથકમા પણ અેક ઇંચ જેટલાે વરસાદ નાેંધાયાે છે. જયારે સાવરકુંડલામા અડધાે ઇંચ વરસાદ થયાે હતાે. અમરેલીમા દિવસ દરમિયાન અવારનવાર હળવા ઝાપટા પડયા હતા. જાે કે માત્ર 7મીમી વરસાદ નાેંધાયાે હતેા. લાઠીને બાદ કરતા તમામ વિસ્તારમા હળવા ભારે ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ અાગામી બે દિવસ સુધી અા વિસ્તારમા ભારે વરસાદની અાગાહી કરવામા અાવી છે.

ખાેડિયાર ડેમમાં 1600 કયુસેક્સ પાણીની અાવક
સતત પડી રહેલા વરસાદને પગલે હાલમા ધારીના ખાેડિયાર ડેમમા પાણીની 1600 કયુસેકસ અાવક થઇ રહી છે. જેને પગલે બે દરવાજા અેક ફુટ સુધી ખુલ્લા રખાયા છે. અા ઉપરાંત ધાતરવડી-1 અને 2 ડેમ તથા સુરજવડી અને શેલદેદુમલ ડેમ પણ છલકાઇ રહ્યાે છે. જયારે રાયડી ડેમ ભરવાનાે ન હાેવાથી દરવાજા ખુલ્લા રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...