કાર્યક્રમનું આયોજન:અમરેલી શહેરમાં એમ્બ્યુલન્સ લોકાર્પણ, રક્તદાન કેમ્પ યોજાયો

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીઈબી એન્જિનિયર્સ એસો.દ્વારા સોશિયલ એક્ટિવિટી કાર્યક્રમનું આયોજન

અમરેલી જીઈબી એન્જિનિયર્સ એસોસિએશને વિવિધ સેવાકીય કાર્ય હાથ ધર્યા હતા. જેમાં 108નું લોકાર્પણ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સાથે સાથે અમરેલી જીબીઆ સંચાલિત માનવતાની મહેંકમાં કપડા, રમકડાં, સ્કુલ બેગ, ગરમ કપડાં, બુટ- ચપ્પલ વિગેરે વસ્તુઓની ગોઠવણી કરવામાં આવી હતી. તેમજ બ્રાહ્મણ સોસાયટીની ઝુપડપટ્ટીના બાળકોને ચીકી, લાડુ, નાસ્તો, પતંગ અને દોરીનું વિતરણ કરાયું હતું. તેમજ મજુર અદાલત સામેની ઝુપડપટ્ટીની ધોરણ 10ની વિદ્યાર્થીની સંજનાબેનને સાયકલ ભેટ તરીકે અપાઈ હતી.

બાળકોને બાળકોને સ્કૂલ કીટ વિતરણ કરાઈ હતી.બીજી તરફ સીનીયર સીટીઝન પાર્ક ખાતે લુપ્ત થતી પ્રજાતિ ચકલીનાં સંરક્ષણ માટે ચકલી ઘરનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેર પી.જી. પરીખ, કાર્યપાલક ઈજનેર કે. આર. પરીખ, જે.એસ.દહીયા, બી.બી. માણાવદરીયા અને મિલાપ દોશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.એમ. કડછા, કે.બી. પોંકિયા વિગેરે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...