આરોગ્ય મંત્રીને રજુઆત:તબીબી છાત્રોના અભ્યાસક્રમ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો, યુક્રેન અભ્યાસ માટે ગયેલ છાત્રો પરત ફર્યા હતા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એબીવીપી દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજુઆત

અમરેલી જિલ્લામાથી અનેક છાત્રો તબીબી અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. જો કે રશીયા યુક્રેન વચ્ચે યુધ્ધ થતા આ છાત્રો પરત ફર્યા હતા. હાલ યુધ્ધને 108 જેટલા દિવસો થવા આવ્યા છે. ત્યારે આ છાત્રોના અભ્યાસક્રમ માટે દેશમા જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવે તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજુઆત કરવામા આવી છે.

એબીવીપીના અમરેલી શહેર અધ્યક્ષ પ્રા.જે.એમ.તળાવીયા દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને પત્ર પાઠવી કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે રશીયા યુક્રેન યુધ્ધને 108 જેટલા દિવસો થવા આવ્યા છે. શરૂઆતના દિવસોમા ઓપરેશન ગંગા હેઠળ દેશના તમામ છાત્રોને ભારત પરત લાવવા કેન્દ્ર સરકારે સફળ પ્રયત્નો કર્યા અને છાત્રો પરત દેશમા ફરી શકયા હતા.

જો કે યુધ્ધ લંબાતા વિદ્યાર્થીઓને પોલેન્ડ તબદીલ થવા જણાવાયું છે. જયાં રહી અભ્યાસનો ખર્ચ ત્યાંના ચલણ પ્રમાણે ચારથી પાંચ ગણો વધી જાય છે. મોટાભાગના વાલીઓને આર્થિક રીતે પોસાય તેમ નથી. ત્યારે ભારતમા જ છાત્રોના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...