લીલીયા રેલેવ સ્ટેશન પરથી મહુવા- સુરત અને મહુવા- બ્રાંદ્રા ટ્રેનમાં મુસાફરોને ટીકીટ મળતી નથી. જેના કારણે મુસાફરોને ઓનલાઈન બુકીંગ કરાવવું પડે છે. ઉપરાંત રેલવે સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. ત્યારે અહી ટીકીટ બારીની ફાળવણી કરવા અને પ્રાથમિક સુવિધા આપવા જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ મુંબઈ જી.એમ તથા ભાવનગર ડી.આર. એમને રજૂઆત કરી હતી.
રજૂઆતમાં નિતીનભાઈએ ત્રિવેદીએ જણાવ્યું હતું કે લીલીયા સ્ટેશન પર મહુવા, સાવરકુંડલા, ઢસા જવા માટે મહુવા- સુરત કે મહુવા બ્રાંદ્રા ટ્રેનમાં ટીકીટો મળતી નથી. જેના કારણે મુસાફરોને ઓનલાઇન બુકીંગ કરાવવું પડે છે. તેમાં મોટાભાગના લોકોને ઓનલાઈન બુકીંગ આવડતું નથી. ત્યારે લીલીયા સ્ટેશન પરથી જ મુસાફરોને ટીકીટ મળે તેવી તેમણે માંગણી કરી હતી.
સવારે 8: 30 કલાકે ઉપડતી મહુવા- ધોળા જંકશન ટ્રેનમાં સમય સવારે 6 કલાકે કરવામાં આવે તો વેપારીઓ, વિદ્યાર્થીઓને ફાયદો થશે.બીજી તરફ લીલીયા રેલવે સ્ટેશન પર મુસાફરોને બેસવા માટે બાકડાની સંખ્યા ઓછી છે. મુસાફરો માટે વેઈટીંગ રૂમ પણ નથી. અહી પેસેન્જરનો ઘસારો વધુ હોય છે. પણ પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરોને હાલાકી વેઠવી પડ઼ે છે. ત્યારે લીલીયા રેલવે સ્ટેશન પર મુસાફરોને બેસવા માટે બાકડા અને વેઈટીંગ રૂમ બનાવવા તેમણે માંગણી કરી હતી.
લીલિયા- પીપળવા રોડ પર અંડર ગ્રાઉન્ડ બનાવવો જરૂરી છે
લીલીયા - પીપળવા રોડ પર આવેલા રેલવે ફાટક પરથી દિવસ 30 જેટલી માલગાડી ટ્રેન પસાર થાય છે. જેના કારણે ફાટક બંધ કરવું પડે છે. અહીના રોડ પર હોસ્પિટલ પણ આવેલી છે. અને વારંવાર બંધ થતા ફાટકથી દર્દીઓને હાલાકી પડે છે. ત્યારે અહી અંડર ગ્રાઉન્ડ બનાવવું જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.