તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Allegations Of Injustice In Survey Of Damage Caused By Tau te Hurricane In Dhandla Village Of Savarkundla, Demand For Reserve

રજુઆત:સાવરકુંડલાના ધાંડલા ગામમાં તાઉ-તે વાવાઝોડાના કારણે થયેલી નુકસાનીના સર્વેમાં અન્યાયનો આક્ષેપ, રિસર્વેની માગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો સાથે MLA દૂધાત સહિતના લોકોએ તા.પં.કચેરી પર રજૂઆત કરી

અમરેલી જિલ્લામા તાઉ-તે વાવાઝોડા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડોના સહાય પેકેજ વિવિધ પ્રકારના નુકસાન અંગે જાહેર કરી દીધા પરંતુ ગ્રાઉન્ડ ઉપર ગ્રામ્ય વિસ્તારમાંથી વિસંગતા અને સહાયવિહોણા લોકો અનેક રહી ગયા છે. જેના કારણે લોકોનો રોષ સરકાર અને તંત્ર સામે વધી રહ્યો છે.

દરરોજ જિલ્લામાં એક આવેદનપત્ર અને રજૂઆત લોકો કરી રહ્યા છે, તંત્ર દ્વારા કરાયેલા સર્વેને લઇ સવાલો ઉઠી રહ્યા છે. શું સંકલનના અભાવે સર્વે ની કામગીરી નહિ કરાય હોય? મોટાભાગના ગામડામા આ પ્રકારની ફરિયાદો વધુ જોવા મળી રહી છે. આજે સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામ ગ્રામજનો સાથે સ્થાનીક કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને મોટી સંખ્યામા ગ્રામજનો સાથે તાલુકા પંચાયત કચેરીમા રજુઆત કરી હતી. સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના ભાઈ શરદ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સહાય અને રિસર્વે માટે ખાસ રજુઆત કરાય છે. 50 દિવસ વીત્યા હજુ કોઈ સર્વે ના ઠેકાણા નથી અનેક સહાય વંચિત હોવાની રજૂઆતો કરાય છે સાથે સર્વેની કામગીરીમાં મોટાપાયે ગડબડ થયાનો પણ આક્ષેપ કરાયો હતો

રિસર્વે ના થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકીગ્રામજનો અને ધારાસભ્ય પ્રતાપ દૂધાત દ્વારા રિસર્વેની માગ કરવામા આવી છે. જો રિસર્વેની કામગીરી નહીં કરવામા આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

તલાટીમંત્રીઓએ કરેલા સર્વેની કામગીરીને લઈ સવાલો ઉઠ્યાતાઉતે વાવાજોડા બાદ સર્વે ની કામગીરીમાં તલાટી મંત્રી સહિત અનેક કર્મચારી ઓ ગુજરાત ના અલગ અલગ જિલ્લા માંથી નિમણુક સરકાર દ્વારા કરવામા આવી હતી અને સર્વે કમગીરી કરાય હતી. જેમા ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનીક લોકોના સાથે સંકલનના અભાવે સર્વેની કામગીરી અનેક જગ્યા એ અધૂરી છે જેના કારણે લોકોનો રોષ વધી રહ્યો છે. કેટલાક વિસ્તાર અને ગામડામા સર્વેમા રહી પણ ગયા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. કેટલાક ગામોના ફોર્મ ટલે ચડી ગયા છે જે હજુ મળતા નથી અને સહાય પોહચતી નથી આવી પણ તંત્ર સમક્ષ સતત ફરિયાદો આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...