તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અમરેલીથી ગઢડા તરફ જઈ રહેલી બસનું ટાયર ફાટતા ખાળીયામાં ખાબકી, બસમાં સવાર તમામ મુસાફરો ઈજાગ્રસ્ત

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્યભરમાં અકસ્માત અને વાહનોની દુર્ઘટનાના બનાવો વધી જવા પામ્યા છે. તેવામાં અમરેલી જિલ્લામાં સીટી રાઈટ બસનું ટાયર ફાટતા ખાળીયામાં ખાબકી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બસમાં સવાર એક પરિવારતો અમરેલી સગાઈના સમારંભમાં ભાગ લીધા પછી ગઢડા તરફ પરત જઈ રહ્યો હતો, તે સમયે આ દુર્ઘટના પરિણમતા તમામ બસના મુસાફરોમાં અફરા તફરી મચી જવા પામી હતી. જેમાં 22 તો એક જ કોળી પરિવારના લોકો હતા જે અમરેલીમાં સગાઈના સમારંભ ભાગ લીધા પછી ઘર તરફ જઈ રહ્યા હતા. અકસ્માતના પગલે તમામ લોકોને નાની મોટી ઇજા પહોંચતા અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ટાયર ફાટતા બસ ખાળીયામાં ખાબકીઅમરેલી જિલ્લામાં લાઠી અને ચાવંડ વચ્ચે સીટી રાઈટ બસ દુર્ધટનાનો શિકાર થઇ હતી. સફર દરમિયાન બસનું ટાયર અચાનક ફાટી જતા ડ્રાઈવરે તબસ પર પોતાનો કાબૂ ગુમાવી દીધો હતા અને જેના પરિણામે આખી બસ ખાળીયામાં ખાબકી ગઈ હતી. અણધારી દુર્ઘટના પરિણમતા બસમાં સવાર તમામ મુસાફરોમાં ભાગદોડ મચી જવા પામી હતી. તેમાં કુલ 25 લોકો સવાર હતા જેમાંથી 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બસના મુસાફરોમાં અફરા તફરી મચી ગઈઆ દુર્ઘટના સર્જાતા આસપાસના લોકો તરત જ ઘટનાસ્થલે આવી પહોંચ્યા હતા અને તેમણે પોલીસને તેની જાણ કરી દીધી હતી. પોલીસે માહિતીના આધારે ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. કાયદેસરની કાર્યવાહી દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ બસમાં એક પરિવાર અમરેલીમાં સગાઈના સમારંભમાં ભાગ લઈને ગઢડા તરફ પરત જઈ રહ્યો હતો, તેવામાં અચાનક બસનું ટાયર લાઠી અને ચાવંડ વચ્ચે ફાટી જતા બસ ખાળીયામાં ખાબકી જતા તેમના કોળી પરિવારના 22 સભ્યોમાં પણ આભ તૂટી પડ્યાની અનુભૂતિ સાથે દોડધામ મચી જવા પામી હતી. પોલીસે આ તમામ બાબતોની નોંધણી કરીને આગળ તપાસ હાથ ધરી હતી.

અકસ્માત ની જાણ થતા લાઠી પોલીસ ઘટના સ્થળે દોડી
અકસ્માત ની જાણ થતા લાઠી પોલીસ ઘટના સ્થળે દોડી

બસમાં સવાર એક બીજા સાથે અથડાયા
બસમાં સવાર સેજલબેન ભાવેશભાઈ ડાભીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તમામ વાતો કરતા કરતા ઘરે જઈ રહ્યા હતા. અને બસનું ટાયર ફાટતા ત્રણ વખત કાવો મારી રોડ પર જ પલ્ટી મારી ગઈ હતી. જેમાં બસમાં સવાર તમામ લોકો એક બીજા સાથે પણ અથડાયા હતા.

કોણ કોણ ઘાયલ થયું ?
અકસ્માતમાં મેહુલભાઈ ધનજીભાઈ પરમાર ( ઉ.વ. 18), પ્રકાશભાઈ વીનુંભાઈ જંબોડ ( ઉ.વ. 25), આશાબેન ધનજીભાઈ પરમાર ( ઉ.વ. 40), સુરતાબેન કાનજીભાઈ પરમાર ( ઉ.વ. 25), ચંપાબેન પોપટભાઈ પરમાર ( ઉ.વ. 65), જોશનાબેન રાહુલભાઈ પરમાર ( ઉ.વ. 28), માનવ પ્રકાશભાઈ જંબોડ  ( ઉ.વ. 5 ), અંબાબેન પરસોત્તમભાઈ પરમાર ( ઉ.વ. 80), ભાવનાબેન લલીતભાઈ પરમાર ( ઉ.વ. 20 ), રેખાબેન શૈલેષભાઈ ( ઉ.વ. 40), મંજુબેન કનુંભાઈ ( ઉ.વ. 50), સેજલબેન ભાવેશભાઈ ( ઉ.વ. 30), રવીનાબેન દેવરાજભાઈ ( ઉ.વ. 27), જયાબેન ડુંગરભાઈ ;( ઉ.વ. 60), અરવિંદભાઈ પોપટભાઈ ( ઉ.વ. 35), પ્રવીણ ધનજીભાઈ ( ઉ.વ. 35), કાનજીભાઈ લગરાભાઈ રાઠોડ ( ઉ.વ. 60), બાબુભાઈ પુનાણીભાઈ ( ઉ.વ. 50), મોતીબેન તેજાભાઈ ( ઉ.વ. 70), મુક્તાબેન તેજાભાઈ ( ઉ.વ. 71), વીરા રાહુલભાઈ  ( ઉ.વ. 6), ક્રિષ્ના પ્રકાશભાઇ ( ઉ.વ. 6 ), માયાબેન પ્રકાશભાઈ ( ઉ.વ. 25 )ને ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો