સમારોહ યોજાયો:પાંચેય ધારાસભ્યનું ઢોલ નગારા સાથે સ્વાગત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાવંડથી અમરેલી સુધી સ્વાગત, અભિવાદન યાત્રા બાદ અભિવાદન સમારોહ યોજાયો

અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યની સ્વાગત અભિવાદન યાત્રાનુ આયોજન કરાયુ હતુ. ચાવંડથી લાઠી, વરસડા, ઇશ્વરીયા અને અમરેલીમા તેમનુ ઢોલનગારા સાથે સ્વાગત કરાયુ હતુ અને લોકોએ શુભકામના પાઠવી હતી. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, જે.વી.કાકડીયા, હિરાભાઇ સોલંકી, જનકભાઇ તળાવીયા, મહેશભાઇ કસવાલાનુ સ્વાગત કરાયુ હતુ. ઇશ્વરીયા ખાતે મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ કેન્દ્રીય મંત્રી રૂપાલાના નિવાસ સ્થાને કૌશિકભાઇ વેકરીયાએ માતાના આશિર્વાદ લીધા હતા.

બાદમા અમરેલી ખાતે નાગનાથ મહાદેવ મંદિરના દર્શન કરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અભિવાદન સમારોહનુ આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે રાજેશભાઇ કાબરીયા, ભુપેન્દ્રભાઇ બસીયા, પીઠાભાઇ નકુમ, અશ્વિનભાઇ સાવલીયા, મુકેશભાઇ સંઘાણી, પી.પી.સોજીત્રા, ડો.ભરતભાઇ કાનાબાર સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...