વિધાનસભાની ચુંટણી લડતા ઉમેદવારે પૈસા પાણીની જેમ વાપરવા પડે છે. આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા ઉમેદવાર માટે ચુંટણી લડવાનુ કામ મુશ્કેલ બની ગયુ છે. ખાસ કરીને મોટા રાજકીય પક્ષો તો આર્થિક રીતે સધ્ધર હોય તેવા ઉમેદવારને પણ ધ્યાનમા લે છે. અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ પાંચ ઉમેદવારો કરોડપતિ છે. તેટલુ જ નહી કોંગ્રેસના ઉમેદવારો પણ કરોડપતિ છે. જો કે ધારીના ડો.કિર્તિ બોરીસાગરની સંપતિ કેટલી છે તે હજુ બહાર આવ્યુ નથી.
મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીના લાઠી બાબરા સીટના ઉમેદવાર અને ધારી બગસરા સીટના ઉમેદવાર પણ કરોડપતિ છે. જયારે આપના રાજુલાના ઉમેદવાર જયસુખ બલદાણીયાએ પોતાની પાસે માત્ર રૂપિયા 26 હજારની સંપતિ હોવાનુ જણાવ્યું હતુ. બાબરાના આપના ઉમેદવાર વોટર પાર્ક અને પાંચ વાહનો જેવી સંપતિ ધરાવે છે. જયારે લાઠીના ભાજપના ઉમેદવાર આ તમામ ઉમેદવારોમા સૌથી શ્રીમંત છે અને તેમની પાસે 53.24 કરોડની સંપતિ છે. આમ, જિલ્લામાં પાંચ સિટમાં ચૂંટણીનો ખરાખરીનો જંગ જામશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.