ચુંટણી પંચ દ્વારા મતદાન માટે ઉપયોગમા લેવાતા ઇવીએમમા કુલ 16 બટન હોય છે. જેમા એક બટન નોટાનુ હોય છે. ત્યારબાદ વધુમા વધુ 15 ઉમેદવારનો ડેટા ફિટ કરી શકાય છે. જો કોઇ સીટ પર 16 કે વધુ ઉમેદવાર હોય તો મતદાન માટે બે ઇવીએમ મુકવા પડે છે. રાજુલામા આજે ત્રણ ફોર્મ પરત ખેંચાઇ જતા 15 ઉમેદવાર મેદાનમા બચ્યા છે. આમ જિલ્લામા માત્ર એક રાજુલા સીટ પર ઇવીએમના તમામ 16 બટન ફુલ જોવા મળશે. અમરેલી જિલ્લાના ચુંટણી તંત્ર પાસે દરેક વિધાનસભામા એક એક ઇવીએમ મશીનથી ચુંટણી કરાવી શકાય તેટલા જ મશીન ઉપલબ્ધ છે.
જિલ્લાની અન્ય ચાર સીટો પર બે ઇવીએમની સંભાવના ઓછી હતી. પરંતુ રાજુલા સીટ પર 18 ઉમેદવાર મેદાનમા બાકી બચ્યા હતા. જો ત્રણ ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચે તો જ એક ઇવીએમથી મતદાન શકય હતુ. ત્રણથી ઓછા ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાય તો બે ઇવીએમની જરૂર પડે તેમ હતી. અને તેના માટે તાબડતોબ ઉપરથી વધારાના ઇવીએમ પણ મંગાવવા પડત. જો કે બપોર થતા સુધીમા ત્રણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે તંત્રને પણ રાહત થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.