ફરિયાદ:ઇશ્વરીયાના નિવૃત વૃદ્ધે ઉંચા વળતરની લાલચમાં રૂપિયા 33.60 લાખ ગુમાવ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંનેએ ટુકડે-ટુકડે રકમ લઇ અન્ય જગ્યાએ રોકાણ કર્યું હતું
  • નિવૃતિ વખતે મળેલી રકમ લાલચમાં રોકી દીધી : બે શખ્સ સામે ફરિયાદ

સાવરકુંડલા આઇટીઆઇમા નોકરી કરી નિવૃત થયેલા કર્મચારીએ નિવૃતિ વખતે મળેલી 33.60 લાખની રકમ ઉંચા વળતરની લાલચે બે શખ્સોને આપ્યા બાદ બંનેએ આ રકમ પરત નહી આપી છેતરપીંડી આચર્યાની રાવ પોલીસમા થઇ છે.

અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા મગનભાઇ શંભુભાઇ વામજાએ આ બારામા અમરેલીના હિરેન હસુભાઇ જોષી અને જીજ્ઞાબેન હિરેનભાઇ ઉનડકટ સામે અમરેલી સીટી પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે તેઓ સાવરકુંડલા આઇટીઆઇમા નોકરી કરતા હતા. જયારે હિરેન જોષી આદિત્ય બિરલા સનલાઇફ કંપનીમા અમરેલીમા બ્રાંચ હેડ તથા જીજ્ઞા ઉનડકટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.

હિરેન જોષી અગાઉ સાવરકુંડલા આઇટીઆઇમા તેની સાથે નોકરી કરતો હતો. તેઓ નિવૃત થતા હિરેન જોષીએ આદિત્ય બિરલા સનલાઇફ કંપનીમા ઉંચુ વળતર અપાવવાની લાલચ આપી તેની પાસેથી રૂપિયા 33.60 લાખ લીધા હતા. બંનેએ ટુકડે ટુકડે આ રકમ લીધી હતી. હકિકતમા બંનેએ આ કંપનીમા રોકાણ કર્યુ જ ન હતુ અને બીજી જગ્યાએ રકમ રોકી હતી. જે પાછી આપી ન હતી. રકમની ઉઘરાણી કરી ત્યારે ત્રણ મહિનામા રકમ ચુકવી દેવાની પ્રોમીસરી નોટ લખી દીધી હતી. પરંતુ ત્રણ મહિના વિત્યા બાદ પણ રકમ ન ચુકવતા આખરે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...