આક્રોશ:હિન્દુ નામ ધારણ કરી ચાલતી લવજેહાદ સામે AHP નો રોષ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિષદના કાર્યકરો વાલીઓને માર્ગદર્શન પણ આપશે

અમરેલીમા હિન્દુ સંગઠનો દ્વારા અવારનવાર લવજેહાદ સામે આક્રોશ વ્યકત કરવામા આવે છે. ત્યારે તાજેતરમા અહી વિધર્મી યુવાને હિન્દુ નામ ધારણ કરી સગીરાને પ્રેમજાળમા ફસાવ્યાનો કિસ્સો બહાર આવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે તે સામે આક્રોશ વ્યકત કર્યો છે.

વિધર્મી યુવાને ખોટુ હિન્દુ યુવકનુ નામ ધારણ કરી સગીરાને પ્રેમજાળમા ફસાવ્યાની આ ઘટના અમરેલીમા બની હતી. આ પ્રકારના કિસ્સાઓ અહી અવારનવાર બની રહ્યાં છે. ત્યારે હિન્દુ સંગઠનોએ દરમિયાનગીરી કરી આ સગીરાને તેની જાળમાથી છોડાવી વાલીને હવાલે કરી હતી.

આ સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.જી.જે.ગજેરાએ જણાવ્યું હતુ કે લોકોએ પોતાના સંતાનોને આ દિશામા જાગૃત કરવા જોઇએ. ફોન અને સોશ્યલ મિડીયાના ઉપયોગ અંગે પણ તેમને જાગૃત કરી લવજેહાદ અંગે પણ સાવચેત કરવા જોઇએ. તેમણે જણાવ્યું હતુ કે જ્ઞાતિ મિટીંગ કે સત્સંગ મંડળો વિગેરે જગ્યાએ પણ તેની ચર્ચા થવી જોઇએ.

અપડાઉન કરતી છાત્રાઓની સલામતી માટે પણ સાવચેતીના પગલાની જરૂર છે. આ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો વાલીઓ અને તેમના સંતાનોને માર્ગદર્શન પણ આપશે. આમ, નામધારણ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...