તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજા:અમરેલી જિલ્લામાં બપોર બાદ બાબરા, કુંકાવાવ અને લાઠી પંથકમાં વરસાદ, ખેડૂતોમાં આનંદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અતિસય ગરમી બાદ વરસાદ આવતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી

અમરેલી જિલ્લામાં આજે બપોરે બાદ બાબરા શહેર અને ગ્રામ્ય ચમારડીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આસપાસના ગામમાં વાવણી લાયક વરસાદ પડ્યો હોવાનુ સ્થાનીક ખેડૂતો માની રહ્યા છે. જ્યારે લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા સાથે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. તો કુંકાવાવ અને આસપાસના ગામડામાં વરસાદના ઝાપટા પડ્યા હતા. સમગ્ર જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે

રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, અમરેલી સહિત વિસ્તારના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ક્યાંક પાક ને જરૂરિયાત છે તો ક્યાંક વાવણી કાર્ય માટે તો કેટલીક જગ્યાએ વાવેતર થઈ ચૂક્યું છે વરસાદની રાહ જોવાઇ રહી છે. બાબરા પંથકમાં મોટા ભાગના ગામડાઓમા 1 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ઘુઘરાળા ગામની નદીમાં આવ્યું પુર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...