ફરિયાદ:જમીન ખાલી કરી નાખો કરી પિતા- પુત્ર પર ધારીયા વડે હુમલો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા તાલુકાના પટવા ગામનો બનાવ
  • 3 શખ્સે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી

રાજુલા તાલુકાના પટવામા જમીન ખાલી કરી નાખવાનુ કહી ત્રણ શખ્સોએ પિતા પુત્ર પર પાઇપ અને ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા મરીન પીપાવાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહી રહેતા હરેશભાઇ બાબુભાઇ બારૈયા (ઉ.વ.23) નામના યુવાને મરીન પીપાવાવ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે કરશન વાલાભાઇ ચૌહાણે હરેશના પિતાને કહેલ કે તમે જે સરકારી જમીનમા રહો છો તે ખાલી કરી નાખો તેમા મારે રહેવુ છે તેમ કહી બોલાચાલી કરી હતી. આ દરમિયાન હરેશ ત્યાં આવી જતા આ શખ્સે તેને માથામા ધારીયા વડે ઇજા પહોંચાડી હતી.

આ ઉપરાંત જયસુખ કરશન અને ચંદ્રેશ કરશન નામના શખ્સોએ પણ બાબુભાઇને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે એએસઆઇ એચ.એચ.કામળીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...