તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:અભ્યાસ બાદ નાેકરીની ચિંતામાં પરપ્રાંતિય યુવકે આપઘાત કર્યો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ પટણા અને હાલ કુંડલામાં રહે છે યુવક
  • ચંદીગઢમાં અેન્જિનિયરનાે અભ્યાસ કરતાે"તાે

મુળ પટણા જિલ્લાના ફતુચા અને હાલમા સાવરકુંડલામા રહેતા અેક યુવકે અભ્યાસ બાદ નાેકરી મળશે કે કેમ તે ચિંતામા પરપ્રાંતિય યુવકે પાેતાના ઘરે ગળાફાંસાે ખાઇ અાપઘાત કરી લીધાે હતાે. આ બનાવને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

અહી રહેતા રવિરંજન મનાેજકુમાર (ઉ.વ.23)નામનાે યુવક ચંદીગઢ ખાતે અેન્જીનીયરીંગનાે અભ્યાસ કરતાે હાેય અને અભ્યાસ બાદ તેમને સારી નાેકરી મળશે કે કેમ તે વાતનુ સતત ટેન્શન રહેતુ હેાય તેણે પાેતાના ઘરે સ્લેબના હુકમા ચાદર વડે ગળાફાંસાે ખાઇ લીધાે હતાે.

બનાવ અંગે પ્રશાંતસિંહ ક્રિષ્નાકુમાર સિંહે સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ સી.બી.ટીલાવત ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...