તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:વાવાઝોડા બાદ વિજ પુરવઠો કાર્યરત થતા રાજુલા યાર્ડ ફરી ધમધમતું થયું

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો જણસ લઇ પહોંચ્યા: ખરીદ વેચાણ સંઘ પણ ખુલતા ખેડૂતાેને બિયારણ મળશે

રાજુલામા ત્રાટકેલા વાવાઝાેડાને પગલે અહી વિજપુરવઠાે ખાેરવાઇ ગયાે હતાે. તેમજ અનેક માર્ગાે બંધ થઇ ગયા હતા. જેને પગલે યાર્ડના સતાધીશાે દ્વારા યાર્ડ બંધ રાખવાનાે નિર્ણય લેવાયાે હતેા. જાે કે અાજથી યાર્ડ ફરી ધમધમતુ થતા ખેડૂતાે ખેતજણસાે લઇને યાર્ડમા અાવી પહાેંચ્યા હતા. શહેરમા વાવાઝાેડાને કારણે વિજ પુરવઠાે ઠપ્પ થઇ ગયાે હતાે. જેને પગલે યાર્ડ બંધ રાખવાનાે નિર્ણય લેવાયાે હતાે. મજુરાે પણ કામે અાવતા ન હતા. જાે કે હવે ચાેમાસુ નજીકમા હાેય તેમજ ખેડૂતાેના ઘરમા ખેત જણસાે પણ પડી હાેય અાજથી યાર્ડ ખુલતાની સાથે ખેડૂતાે પાેતાની ખેત જણસાે લઇને યાર્ડમા વેચવા માટે અાવી પહાેંચ્યા હતા.

યાર્ડના પ્રમુખ છગનભાઇ તેમજ મનુભાઇ ધાખડા દ્વારા યાર્ડ શરૂ કરવા નિર્ણય કરાયાે હતાે. યાર્ડના સેક્રેટરી રાજુભાઇઅે જણાવ્યું હતુ કે હવે ખેડૂતાે પાેતાની ખેત જણસાે લઇને યાર્ડમા વેચવા માટે અાવી શકે છે. ખાંભા ખરીદ વેચાણ સંઘ પણ ખુલ્લાે રાખવામા અાવ્યાે છે જે કાર્યરત હાેવાથી ખેડૂતાેને ખાતર બિયારણ મળી શકશે તેમ સંઘના પ્રમુખ જીજ્ઞેશભાઇ પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...