વિરોધ:તહેવાર ટાણે જ એસટીના કર્મીચારીઓ વિવિધ માંગ બાબતે હડતાલ પર ઉતરશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલી એસટીના ડ્રાઈવર અને કંટક્ટરે ડેપો કક્ષાએ 21મીના માસ સીએલ રીપોર્ટ એનાયત કર્યા

અમરેલી એસટી ડિવીઝનના કર્મચારીઓની વિવિધ માંગણી સંતોષવામાં નહી આવતા 21મીએ માસ સીએલ પર ઉતરી જશે. જેના માટે ડ્રાઈવર અને કંડક્ટરે ડેપો કક્ષાએ અધિકારીઓને માસ સીએલ રીપોર્ટ સોંપી દીધા છે. હડતાલના કારણે તહેવાર સમયે જ એસટીને આર્થિક નુકશાન જશે.અમરેલી એસટીના સંકલન સમિતિના વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કર્મચારીઓની વિવિધ માંગણી મુદ્દે નિગમને અનેક વખત રજૂઆત કરી છે. પણ કર્મચારીઓના નિર્ણયનો હલ થયો નથી. જેના કારણે 7 ઓક્ટોબરના તમામ કર્મચારીઓએ માસસીએલ રીપોર્ટ સોંપી દીધા હતા.

પણ નિગમે માંગણીઓ અંગે વિચારણા અંગે સમય માંગ્યો હતો. જેના કારણે સંકલન હડતાલમાં ફેરફાર કરી 21મી સુધીનો સમય આપ્યો હતો. પણ હજુ સુધી કર્મચારીઓની માંગણીનો નિવેડો આવ્યો નથી. જેના કારણે અમરેલી એસટી ડિવીઝનના ડ્રાઈવર અને કંડક્ટરે ડેપો કક્ષાએ 21મીથી માસ સીએલ પર ઉતરવાનો રીપોર્ટ અધિકારીઓને સોંપી દીધો છે. જેના કારણે તહેવારો સમયે જ એસટીની 350 બસના પૈડા થંભી જશે. 1400 ટ્રીપ રદ થશે. અને 1.92 લાખ કિલોમીટરનું સંચાલન પણ ઠપ્પ થઈ જશે. જેના કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડશે.

હજુ સુધી કોઈ રીપોર્ટ આવ્યા નથી
અમરેલી એસટીના વહિવટી અધિકારી અંશારીએ જણાવ્યું હતું કે ડિવીઝન કક્ષાએ માસ સીએલના રીપોર્ટ આવ્યા નથી. ડેપો કક્ષાએ માસ સીએલ આવી હોય તો ખ્યાલ નથી. કર્મચારીઓએ માસ સીએલના રીપોર્ટ કર્યા હશે. તો આગામી બે દિવસમાં આવી જશે. - અંશારી

અન્ય સમાચારો પણ છે...