સંવેદન ગૃપ દ્વારા 90મું ચક્ષુદાન લેવાયું:અમરેલીમાં પરમાર પરિવારની દીકરીનું નિધન થતા માતાએ ચક્ષુદાન આપવા નિર્ણય કર્યો હતો

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતી ધોરણ 10 માં ભણતી હતી

અમરેલીમા ગણેશ સોસાયટીમા રહેતા પરમાર પરિવારની એક દીકરીનુ અકાળે નિધન થતા તેમના માતાએ ચક્ષુદાન આપવા નિર્ણય કર્યો હતો. જેને પગલે સંવેદન ગૃપ દ્વારા 90મુ ચક્ષુદાન લેવાયુ હતુ. ગણેશ સોસાયટીમા રહેતા સંજયભાઇ રમણીકભાઇ પરમારની ધોરણ 10મા અભ્યાસ કરતી પુત્રી આસ્થાનુ અકાળે નિધન થયુ હતુ.

આવી કપરી પરિસ્થિતિમા પણ આસ્થાના માતા શિલપાબેને દીકરીના નેત્રદાનનો નિર્ણય કર્યો હતો. તેમણે એઇમ્સ હોસ્પિટલના ડો.કેયુર કોટડીયાના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. સંવેદન ગૃપના પ્રમુખ વિપુલભાઇ ભટ્ટી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઇ વ્યાસ, દર્શન પંડયાએ સેવા આપી હતી. સંવેદન ગૃપ દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામા આવી હતી. તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...