તપાસ:પતિના મોત બાદ દિયર વટુ વાળનાર મહિલા બે સંતાન સાથે ગુમ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ ખીલોરી જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા

અમરેલી તાલુકાના પીપળલગમા રહેતા એક મહિલા તેના બે સંતાન સાથે પાંચ ખીલોરી જવાનુ કહી ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થઇ જતા આ બારામા તેના પતિએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. બે સંતાન સાથે મહિલા ગુમ થઇ ગયાની આ ઘટના અમરેલીના પીપળલગમા બની હતી.

અહી રહેતા દિનેશભાઇ વાઘાભાઇ ભાસ્કર (ઉ.વ.35) નામના યુવાને અમરેલી તાલુકા પોલીસ મથકમા જણાવ્યું હતુકે તેઓ મજુરી કામે ગયા હતા અને સાંજના ઘરે પરત ફર્યા તયરે મોટી દીકરી મિતાલીએ કહેલ કે મારા મમ્મી થેલામા કપડા ભરીને મામાના ઘરે પાંચ ખીલોરી જવુ છે સાત આઠ દિવસ પછી આવીશ તેમ કહી સાથે દીકરી અને દીકરાને લઇને જતા રહ્યાં હતા.

મણે વધુમા જણાવ્યું હતુ કે તેના મોટાભાઇનુ અવસાન થતા જ્ઞાતિના રિવાજ મુજબ તેમણે દિવાળીબેન સાથે દિયરવટુ વાળ્યું હતુ. દિવાળીબેન ઘરેણા તથા કપડા પણ લઇ ગયા હતા અને ગુમ થઇ ગયા હતા. બનાવ અંગે એએસઆઇ જે.કે.ડામોર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...