વિશ્વ મહિલા દિવસ:પિતાના અવસાન બાદ 2 પ્રજ્ઞાચક્ષુ બહેનો અથાક પરિશ્રમ કરી શિક્ષિકા બની

અમરેલી5 મહિનો પહેલાલેખક: ભાવેશ વાળા
  • કૉપી લિંક
  • વિશ્વ મહિલા દિવસે નાની સાણથલીની બે પ્રજ્ઞાચક્ષુ બહેનોની અનોખી ગાથા: અનેક પ્રતિકુળતા વચ્ચે બે બહેનાેઅે પિતાની ઇચ્છા પુરી કરી

8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે આપણાં સમાજમાં મહિલાઓ પુરૂષોની સાથે ખંભા સાથે ખંભો મિલાવી દરેક ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે. આપણે જ્યારે મહિલાઓની વાત કરી રહ્યા છીઅે ત્યારે દિવ્યાંગ બહેનો પણ જુદાજુદા ક્ષેત્રમાં સિદ્ધી હાંસલ કરે છે. કુંકાવાવના નાની સાણથલી ગામની બે પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પિતાના અવસાન બાદ પણ અથાક પરિશ્રમ અને સંઘર્ષ કરી શિક્ષિકા બની પિતાની ઇચ્છા પુરી કરી છે.

પ્રજ્ઞાચક્ષુ ખુશ્બુબેન ગીરીશભાઈ રાવરાણીઅે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું કે 19 વર્ષની ઉંમરે જ્યારે મે બીએડમાં એડમીશન લીધુ હતું અને માત્ર 10 દિવસમાં જ પિતાનું હાર્ટએેટેકથી અવસાન થયું હતું. ત્રણ બહેનો અને એક ભાઈની જવાબદારી તેમની માતા પર આવી ગઈ હતી. ખુશ્બુબેન અને મહેશ્વરીબેન બંને પ્રજ્ઞાચક્ષું હાેય તેમના પર પરિવારની જવાબદારી અાવી પડી હતી. એક સમયે ખાનગી શાળામાં શિક્ષકની નોકરી કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આશાવર્કરમાં નોકરી કરતા તેમના માતાએ અભ્યાસ શરૂ રાખવાનો નિર્ણય કર્યો હતો.

બંને બહેનોની અભ્યાસ કરી આગળ વધવાની પિતાની પણ ઈચ્છા હતી. ખુશ્બુબેને જૂનાગઢ ખાતે અંધશાળામાં રહી બીએડ અને એમફીલ કર્યું હતું. તેમના બહેન મહેશ્વરીબેને પણ અથાક મહેનત કરી હતી. અત્યારે પિતાના અવસાન બાદ અને ઘરની જવાબદારી સાથે ખુશ્બુબેન બગસરા તાલુકાની કરીયાણા ગામમાં સરકારી માધ્યમિક શાળામાં તથા નાના બહેન મહેશ્વરીબેન મોરબી જિલ્લાના અજાબગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે.

સામાન્ય વિદ્યાર્થીઓની વચ્ચે રહી શિક્ષણ મેળવ્યું હતુ : શિક્ષક
અમરેલીમાં વિઝીટીંગ શિક્ષક તરીકે ફરજ બજાવતા રિયાઝભાઈ વેરસીયાએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના અભ્યાસની વાત કરીએ તો મગજમાં સ્પેશ્યલ સ્કુલ જેવી કે અંધશાળા, બહેરામુંગા શાળા વિગેરે માનસ પર આવે છે. પરંતુ સરકારના અભિગમ મુજબ આવા દિવ્યાંગજનો સામાન્ય શાળામાં અભ્યાસ મેળવે છે. ખુશ્બુબેન રાવરાણીએ શાળામાં સામાન્ય બાળકો સાથે બેસી ઉચ્ચ અભ્યાસ મેળવ્યો હતો.

પ્રાથમિક શાળામાં સરકારી નોકરી છોડી માધ્યમિક શાળામાં નોકરી મેળવી
પ્રજ્ઞાચક્ષું ખુશ્બુબેને જણાવ્યું હતું કે તેમને પ્રથમ સુરત ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી હતી. જે બાદ તેમાંથી રાજીનામું આપી અમરેલી જિલ્લામાં માધ્યમિક શિક્ષક તરીકે નોકરી પ્રાપ્ત કરી હતી. ક્લાસ રૂમમાં બોર્ડ પર લખી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે.> ખુશ્બુબેન, પ્રજ્ઞાચક્ષુ

ખુશ્બુબેને દ્રષ્ટીહીન કન્યાઓ પર PHD પણ કર્યું
વડીયાના નાની સાણથલી ગામના પ્રજ્ઞાચક્ષુ ખુશ્બુબેન રાવરાણીએ જણાવ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં સોશ્યોલોજી ડીપાર્ટમેન્ટમાં ડો. ભરતભાઈ ખેરના માર્ગદર્શન હેઠળ છાત્રાલયમાં નિવાસ કરતી દ્રષ્ટીહીન કન્યાઓ વિષય પર પીએચડી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...