તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દામનગરના સરદાર સર્કલ પાસે રોડ બની ગયા બાદ વરસાદી પાણીના નિકાલ માટે કુંડી બનાવાઈ

દામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરસીસી રોડ બન્યો હતો પણ કુંડી બનાવવાનું ભૂલી જતા પાણી ભરાતા હતા

દામનગરમાં સરદાર સર્કલ પાસે થોડા સમય પહેલા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પણ અહી વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી. જેના કારણે શહેરના મુખ્ય ચોકમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા હતા. જેના કારણે રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી. પણ અંતે નગરપાલિકા અને કામ કરનાર એજન્સીને પોતાની ભૂલ સમજાય હતી. અહી પાણીના નિકાલ માટે કુંડી બનાવી હતી. દામનગરના સરદાર ચોકમાંથી દિવસ દરમિયાન અનેક નાના અને મોટા વાહનો પસાર થાય છે.

અહી પાલિકાએ ખાનગી એજન્સીને આરસીસી રોડની કામગીરી સોંપી હતી. પણ કામગીરીમાં રસ્તાનું લેવલ જળવાયું ન હતું. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે કુંડીની વ્યવસ્થા ઉભી કરાઇ ન હતી. જેના કારણે વરસાદ પડતાની સાથે જ સરદાર ચોકમાં પાણી ભરાઇ જતા હતા.

દામનગર નગરપાલિકાને અંતે પોતાની ભૂલ સમજાઇ હતી. અને જાહેર ચોકમાં રોડ તોડી વરસાદી પાણીના નિકાલ માટે કુંડી બનાવી હતી. અગાવ પણ આરસીસી રોડમાં એજન્સી લોખંડના સળીયા નાખવાનું ભૂલી જતા એક સપ્તાહમાં જ સમગ્ર રોડ તોડવાની ફરજ પડી હતી. પાલિકાના અણઘટ વહિવટના કારણે અનેક જગ્યાએ નવા કામો ફરી તોડી પાડવાની નોબત આવી છે. તસવીર- વિનોદ જયપાલ

અન્ય સમાચારો પણ છે...