દેશના પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 26મી માર્ચના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે લાઠીના લુવારીયા ખાતે તેમના હસ્તે સરોવરનુ ખાતમુર્હુત કરવામા આવશે. લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયાથી લુવારીયા ગામ સુધી ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્ડેશનના સવજીભાઇ ધોળકીયા દ્વારા વિવિધ સરોવરોનુ નિર્માણ કરવામા આવી રહ્યું છે. જેને લઇને આસપાસના 50 ગામોના જળસ્ત્રોત ઉંચા આવ્યા છે. અને ખેડૂતોને પોતાનુ ખેત ઉત્પાદન વધારવામા પણ સહાયતા મળી રહી છે.
અત્યાર સુધી આ વિસ્તારના ખેડૂતો માત્ર ચોમાસુ પાક લેતા હતા પરંતુ હવે સરેાવરોના નિર્માણ બાદ શિયાળુ અને ઉનાળુ પાક પણ લઇ રહ્યાં છે.રામનાથ કોવિંદ 26મી માર્ચે અહી સર્જાયેલા જુદાજુદા સરોવરની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને અન્ય પદ્મ વિજેતાઓ પણ અહી મુલાકાત લેશે. ત્યારે લુવારીયા નજીક રામનાથ કોવિંદના હસ્તે હરિકૃષ્ણ સરોવરનુ ખાતમુર્હુત અને ભુમિપુજન કરવામા આવશે.
સરોવરના નિર્માણ માટે 48 વાહનો કામે લાગ્યા
હાલમા અહી સરોવરના નિર્માણ માટે 48 વાહનો અને 80 શ્રમિકો કામે લાગેલા છે. અહી ટ્રેકટર, જેસીબી, ટ્રક અને લોડર જેવા વાહનોની મદદથી સરોવરના નિર્માણનુ કામ ચાલી રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.