તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વતન પહોંચ્યાનો આનંદ:મધ દરિયે ફસાયેલા જાફરાબાદના 8 માછીમારોને હેલિકોપ્ટરથી બચાવ્યા બાદ આજે જહાજ મારફતે વતન પહોંચ્યા

અમરેલી7 દિવસ પહેલા
  • અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના જહાજમાં શિવશક્તિ નામની બોટમાં ફસાયેલા ખલાસીઓ વતન પહોંચ્યા

અમરેલીના જાફરાબાદની શિવશક્તિ નામની બોટ મધ દરિયે દમણ નજીક 60 નોટિકલ માઈલ દૂર એન્જીન ખરાબ થવાના ફસાઇ હતી. જેમાં ફસાયેલા 8 ખલાસીઓનું ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે તેમનુ રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા. ત્યાબાદ તે જ વિસ્તારમાંથી જાફરાબાદ અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીનુ જહાજ જાફરાબાદ તરફ આવતુ હતુ તમાં ખલાસીઓ પોતાના વતન જાફરાબાદ પહોંચ્યાં હતા.

તમામ માછીમારી ખલાસીઓને જહાજમાં ભોજનથી લઈ તમામ વ્યવસ્થા મળી હતી અને આજે તમામ માછીમાર ખલાસીઓ વતન જાફરાબાદ પ્રથમ બાબરકોટ જેટીએ ઉતર્યા હતા. અહીં જહાજ આવતા કોળી અને ખારવા સમાજના આગેવાનો અને અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના ઓફિસરો તેમને લેવા માટે દોડી ગયા હતા. તમામ લોકો સલામત રીતે હેમખેમ પોહોચ્યા હોવાને કારણે પરિવારજનો સહિત માછીમારોએ આવકાર્યાં હતાં.

અમને હેલિકોપટર વાળાએ બચાવી લીધા- નયન ખલાસી

નયન નામના ખલાસીએ જણાવ્યું હતું કે, અમારી બોટનું એન્જીન દરિયામાં બંધ થયું હતું. પછી બધાને ખબર પડી એટલે હેલિકોપ્ટ આવ્યું અને દોરડે બાંધી બાંધી બહાર લઈ આવ્યા. ત્યારબાદ જહાજ બેસી અને ઘરે આવ્યાં.

જાફરાબાદના 8 ખલાસી માદરે વતન પહોંચ્યા

જાફરાબાદની શિવશક્તિ નામની બોટમાં 8 ખલાસી તમામ જાફરાબાદના રહેવાસી અને આજે વતન પોહોચ્યા છે. જેમા જીવનભાઈ, મનસુખભાઇ, નયનભાઈ, ગોપાલભાઈ, કાળુભાઇ, કિશનભાઈ, શાંતિભાઈ અને ભરતભાઇ સહિત માછીમાર ખલાસીઓનો સમાવેશ થાય છે.

આ અંગે કનેયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, તમામ માછીમારો કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સાથે સીધા સંપર્કમાં હતા. જેના કારણે કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. અમે તેમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...