સાવરકુંડલા તાલુકાના નાળ ગામે રહેતા એક આધેડ યાર્ડમા મગફળીનુ વેચાણ કરી બસ સ્ટેશન પાસે ઉભા હતા ત્યારે એક રીક્ષામા ધસી આવેલા ત્રણ શખ્સોએ તેને રીક્ષામા બેસાડી બાદમા રોકડ અને મોબાઇલની લુંટ ચલાવી ધક્કો મારી નીચે પછાડી દઇ નાસી છુટતા આ બારામા તેણે સાવરકુંડલા સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.અહીના નાળ ગામે રહેતા નાથાભાઇ ચોથાભાઇ આલગોતર (ઉ.વ.65) નામના આધેડ સાવરકુંડલા માર્કેટીંગયાર્ડમા મગફળીનુ વેચાણ કરી બસ સ્ટેશન પાસે ઉભા હતા.
આ દરમિયાન બે અજાણ્યા પુરૂષ તેમજ એક સ્ત્રી ઓટો રીક્ષામા બેસીને તેની પાસે આવી હતી અને કહેલ કે પોતે પણ બેંકના કામે જતા હોય આધેડને રીક્ષામા બેસાડી દીધા હતા.રીક્ષા થોડે દુર ચાલતા એક શખ્સે ઉધરસ ખાઇ બે ત્રણ ધક્કા મારી આધેડે પહેરેલ કડીયાના નીચે ખમીસના ગજવામા રાખેલ રોકડ રૂપિયા 55920 અને મોબાઇલ આંચકી લીધો હતો અને આધેડને ધક્કો મારી રીક્ષામાથી ઉતારી દઇ નાસી છુટયા હતા. આધેડે આ અંગે સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.