તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:યુવક સાથે ભાગી ગયા બાદ લાગી આવતાં યુવતીએ આપઘાત કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ચલાલામા રહેતી અેક યુવતી યુવક સાથે ભાગી ગઇ હીત. જાે કે બે કલાક બાદ ઘરે પરત ફર્યા બાદ યુવતીઅે અેસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. જયાં તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.અહી રહેતી અલકાબેન સાર્દુળભાઇ સાપરીયા (ઉ.વ.20) નામની યુવતી ગત તારીખ 28/8ના રાંધણછઠ્ઠના દિવસે મેહુલ બુધાભાઇ નામના યુવક સાથે ભાગી ગઇ હતી. જાે કે અા યુવતી બે કલાકમા ઘરે પરત ફરી હતી. યુવતીઅે પશ્ચાતાપમા પાેતાના ઘરે રૂમનાે દરવાજાે બંધ કરી અેસીડ પી લીધુ હતુ.

યુવતીને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. જાે કે તેનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ. બનાવ અંગે સાર્દુળભાઇ સાપરીયાઅે ચલાલા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અાઇ.અેલ.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...