અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટ પર ડ્રગ્સનો જથો ઝડપાયા બાદ ધારાસભ્ય અંબરીષ ડેરે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી ઊંડી તપાસ કરવાની માંગ ઉઠાવી છે. રાજુલા-જાફરાબાદ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા પત્ર દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઇ છે.
આ પત્રમાં જણાવાયું હતું કે હાલમાં DRI અને ATS દ્વારા પીપાવાવ પોર્ટ ઉપરથી ડ્રગ્સ પડકવામાં આવ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે અને સાથે સાથે આંખ ઉઘાડતો બનાવ પણ છે. જ્યારે યુવાનો આપણા રાજ્યના અને દેશનું ભવિષ્ય છે, ત્યારે યુવાનોને ડ્રગ્સના માધ્યમથી ખતમ કરવાના ષડયંત્રને ખુલ્લું પાડવું જરૂરી છે.
પત્રમાં ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના નાના મોટા તાલુકા, શહેર તથા ગામડાઓમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર જ્યારે રચાઈ રહ્યું હોય ત્યારે પીપાવાવ પોર્ટ હોય કે પછી બીજી કોઇ જગ્યા પરથી કે CFS(કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન)માંથી જ્યારે ડ્રગ્સ મળી આવે તો એ ખૂબ ગંભીર બાબત છે. હાલ DRI અને ATSની ટીમ તો તપાસ કરી પ્રોસેસ કરે છે. પરંતુ આ વિસ્તારના એક જન પ્રતિનિધિ તરીકે ગૃહ મંત્રાલય દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તેવી મારી ભલામણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.