તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભય:અમરેલીમાં દીપડા બાદ હવે સિંહના આંટાફેરા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જેશીંગપરામાં સિંહે કર્યુ રેઢિયાળ વાછરડીનું મારણ

અમરેલીમા થોડા દિવસ પહેલા શહેરની મધ્યમા રાત્રીના દીપડાએ લટાર લગાવી હતી. આ ઉપરાંત અન્ય છેવાડાની સોસાયટીમા પણ દીપડાએ દેખાદેતા લોકોમા ભય ફેલાયો હતેા. જો કે હવે અહીના જેશીંગપરા વાડી વિસ્તારમા એક સિંહ પણ શિકારની શોધમા ચડી આવ્યો હતો અને એક રેઢીયાર વાછરડીનુ મારણ કર્યુ હતુ. જેને પગલે લોકોમા ભય જોવા મળ્યો હતો. શહેરમા થોડા દિવસ પહેલા એક દીપડો ચડી આવ્યો હતો. આ દીપડાએ શહેરની મધ્યમા તેમજ ચિતલ રોડ, કેરીયારોડ વિગેરે છેવાડાના વિસ્તારોમા આંટાફેરા માર્યા હતા. લોકોની સાવચેતીના ભાગરૂપે દીપડાને પકડવા એક પાંજરૂ પણ ગોઠવાયુ હતુ.

જો કે આ દીપડો ફરી ડોકાયો ન હતો. ત્યારે હવે અમરેલીમા સિંહે પણ દેખા દીધા છે. અહી મંગળવારની રાત્રે એક સિંહ શિકારની શોધમા અહીના જેશીંગપરા નજીક વાડી વિસ્તારમા આવી ચડયો હતો. સિંહે અહી એક રેઢીયાર વાછરડીનુ મારણ કર્યુ હતુ. ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી ગયો હતો. અહીથી વનવિભાગને સિંહના સગડ પણ મળ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે રેવન્યુ વિસ્તારમા પણ દીપડા અને સિંહની સંખ્યા વધી રહી છે. ત્યારે અમરેલી શહેરમા પણ દીપડા બાદ હવે સિંહે પણ દેખાદેતા લોકોમા ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો