આપઘાત:પિયરમાં મુકી ગયા બાદ પતિ તેડવા ન આવતા ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાવરકુંડલા તાલુકાના પીયાવાનો બનાવ
  • પતિ, સાસુ અને નણંદ સામે પોલીસ મથકમાં ફરિયાદ

સાવરકુંડલાના પીયાવામા રહેતા અને લીલીયાના સાજણટીંબામા સાસરે સ્થિત મહિલાને તેનો પતિ પિયરમા મુકી ગયો હોય અને તેડવા ન આવતા તેણે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

મહિલાના આપઘાતની આ ઘટના સાવરકુંડલાના પીયાવામા બની હતી. અહી રહેતા માધાભાઇ ડાયાભાઇ દેગડા (ઉ.વ.48) નામના આધેડે વંડા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની દીકરી દક્ષાના લગ્ન પોણા ચારેક માસ પહેલા લીલીયાના સાજણટીંબામા રહેતા આકાશ ખીમજીભાઇ ચૌહાણ સાથે થયા હતા. લગ્ન બાદ આકાશ અને તેની માતા વિમળાબેન તેમજ પ્રફુલાબેન દક્ષાને અવારનવાર દુખત્રાસ ગુજારતા હતા.

બારેક દિવસ પહેલા દક્ષાને મારમાર્યો હોય અને આકાશ દક્ષાને પીયરમા મુકી ગયો હતો. અને તેડવા આવતો ન હોય ગઇકાલે ખીમજીભાઇએ આકાશ અને દક્ષાના છુટાછેડાની વાત કરતા દક્ષાએ આકાશ સાથે રહેવુ છે તેમ કહ્યું હતુ. પરંતુ આકાશ દક્ષાની સાથે રહેવા માંગતો ન હતો. જેને પગલે દક્ષાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...