તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:જાફરાબાદમાં નુકસાનનો અધૂરાે સર્વે કરી બહારની ટીમ ચાલી ગઇ

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચાેએ રાેષભેર ટીડીઓને રજુઆત કરી : લોકલ કર્મચારીની ટીમ દ્વારા સર્વે કરવા માંગ

જાફરાબાદ તાલુકાના ખેતીવાડીમા વાવાઝાેડાથી થયેલા નુકશાનનાે સર્વે કરવા માટે બહારના કર્મચારીઓની ટીમાે બાેલાવાઇ હાેય આ કર્મચારીઓ પુરાે સર્વે કર્યા વગર જ કાગળ પર કામ દેખાડી પરત ચાલ્યા જતા 50 ટકા જેટલા ખેડૂતાેને થયેલુ નુકશાન તંત્રના ચાેપડે નાેંધાયુ જ નથી જે અંગે જુદાજુદા ગામના સરપંચાેએ ટીડીઓને રજુઆત કરી છે. જેવી રીતે અમરેલી જિલ્લામા વાવાઝાેડા પિડીતાેને રાેકડ સહાયના ચુકવણામા પાેલમપાેલ ચાલી તેવી જ રીતે નુકશાનીના સર્વેમા પણ આવુ જ જાેવા મળી રહ્યું છે. જાફરાબાદ તાલુકામા ખેતીવાડી વિભાગના સર્વેમા માેટા પ્રમાણમા ખામીઓ જાેવા મળી રહી છે.

અહી બહારથી કર્મચારીઓને મુકવામા આવ્યા હતા. આ કર્મચારીઓને કામ કરવાના બદલે ઝડપથી પાેતાના કાર્યસ્થળે પરત જવામા વધુ રસ હતાે. જેને પગલે જે તે ગામમા ગણ્યાંગાંઠયા લાેકાેના ખેતરાેમા જઇ સર્વે પુરાે કરી દેવામા આવ્યાે હતાે. આ સરપંચાેએ ટીડીઓને કરેલી રજુઆતમા જણાવ્યું હતુ કે ખેડૂતાે પાેતાની નુકશાની નાેંધાવવા કચેરીઓના ધક્કા ખાઇ તાે યાેગ્ય જવાબ મળતાે નથી. અહીના મનુભાઇ વાંજા, દેવજીભાઇ પડસાલા, અનિરૂધ્ધભાઇ વાળા, કરશનભાઇ ભીલ, જીવરાજભાઇ કાેટીલા, ભીમભાઇ વરૂ વિગેરે અગ્રણીઓએ આ વિસ્તારમા ફરી સર્વે કરવામા આવે અને હવે લાેકલ કર્મચારીઓની ટીમ દ્વારા સર્વે કરવામા આવે તેવી માંગ ઉઠાવી છે.

બાકી હાેય તેમને અરજી આપવાનાે ઉડાઉ જવાબ
ખેડૂતાે સર્વે માટે રજુઆત કરે ત્યારે તાલુકા ખેતીવાડી અધિકારી સર્વે તાે પુરાે થઇ ગયાે છે હવે બાકી હાેય તાે અમને અરજી આપાે, જિલ્લામા માેકલી આપીશુ તેવાે ઉડાઉ જવાબ આપે છે.

અન્ય સમાચારો પણ છે...