મેઘમહેર:અમરેલીના બગસરામાં લાંબા વિરામબાદ વરસાદ વરસાદી માહોલ છવાયો, શહેર અને ગ્રામ્યમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં અને ધરતીપુત્રોમાં સારા વરસાદની આશા બંધાઈ મુંજિયાસર,માણેકવાડા સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના બગસરામાં આજે લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાતા લોકો અને ધરતીપુત્રોએ મહદઅંશે રાહત અનુભવી છે. જો કે, ખેતીના પાક માટે હજી પણ ધરતીપુત્રો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના સમયે વાતાવરણમાં પલડો જોવા મળ્યો હતો. પંદર મિનિટ સુધી જોરદાર વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ત્યરાબાદ પણ ધીમીધારે વરસાદ યથાવત રહ્યો હતો. તાલુકાના મુંજીયાસર, માણેકવાડા અને આસપાસના વિસ્તારમાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો.

લાંબા વિરામ બાદ બગસરા તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોએ થોડી ઘણી રાહત અનુભવી છે. જો કે, હજી પણ ધરતીપુત્રોને સારા વરસાદની રાહ છે.

અન્ય સમાચારો પણ છે...