કારખાનાઓ ધમધમવા લાગ્યા:8 વર્ષ બાદ હિરા ઉદ્યાેગમાં ભારે તેજી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બંધ થયેલા 200 કારખાના ફરી ખુલી ગયા : કારીગરાેની લાવ-લાવ : મજુરીમાં પણ હિરા દીઠ રૂપિયા 5નાે વધારાે

છેલ્લા દાેઢ વર્ષ કરતા વધુ સમયથી કાેરાેનાના કારણે હિરા ઉદ્યાેગ મરણ પથારીઅે અાવી ગયાે હતાે. જેના કારણે અમરેલી જિલ્લામા 40 હજારથી વધુ યુવાનાે બેકાર બની ગયા હતા. તેમાથી માેટાભાગના યુવાનાે ખેતી અને અન્ય ધંધા તરફ વળી ગયા છે. પરંતુ હવે દુનિયાભરની બજારાે ખુલતા ડાયમંડની માંગ ઉંચકાઇ છે. અેક સમયે અમરેલી જિલ્લામા હિરાના 1400 કારખાના ધમધમતા હતા અને જિલ્લાના 60 હજારથી વધુ રત્ન કલાકારાેને અા ઉદ્યાેગ રાેજીરાેટી અાપતાે હતાે. હવે કાેરાેનાનાે ઉપદ્વવ હળવાે પડતા ડાયમંડની માંગ નીકળવાથી ફરી કારખાનાઅાે ધમધમવા લાગ્યા છે.

અમરેલી જિલ્લામા બંધ થયેલા 200થી વધુ કારખાના દિવાળીના અા સમયમા ફરી શરૂ થઇ ગયા છે. અેટલુ જ નહી રત્ન કલાકારાેની પણ ભારે ખેંચાખેંચી ચાલી રહી છે. કારખાનેદારાે રત્ન કલાકારાેને ખેંચવા મજુરીના દરમા પણ વધારાે કરી રહ્યાં છે. અામ છતા જાેઇઅે તેટલા કારીગરાે મળતા નથી. અગાઉ જે હિરાે 20 રૂપિયામા તૈયાર થતાે હતાે તેના કારખાનેદારને રૂપિયા 25 મળી રહ્યાં છે. મજુરીના દરમા વધારાનાે અા લાભ કારખાનેદારાે રત્ન કલાકારાેને અાપી રહ્યાં છે જેને પગલે તળીયા, અાઠ પેલ અને મથાળાના ભાવમા પણ 50 પૈસાથી લઇ બે રૂપિયા સુધીનાે વધારાે થયાે છે.

દિવાળી માથે છે ત્યારે હવે કારખાનેદારાેઅે રાતપાળી પણ શરૂ કરી છે. જે કારખાના સવારના 9 થી સાંજના 6 સુધી ચાલતા તે કારખાનામા વહેલી સવારે 6 વાગ્યે કામ શરૂ કરી દેવાઇ છે. અને રાતના 8 સુધી કારખાના ધમધમે છે. સામાન્ય રીતે દિવાળીના સમયમા અામપણ કારખાનાઅાે વધુ કામ ખેંચતા હાેય છે પરંતુ અાેણસાલ અા તેજીનુ કારણ માત્ર દિવાળી નથી પરંતુ વૈશ્વિક સ્તરે વધેલી ડિમાન્ડ પણ છે.

વેપારી-કારખાનેદાર અને કારીગર ત્રણેયને ફાયદાે: ડાેબરિયા
અમરેલી જિલ્લા ભાજપ ડાયમંડ સેલના પ્રમુખ ઘનશ્યામભાઇ ડાેબરીયાઅે જણાવ્યું હતુ કે હાલની તેજીના કારણે કારખાનેદારાેની સાથે કારીગરાેને પણ ફાયદાે થઇ રહ્યાે છે. અને વેપારીઅાેને પણ તેજી જાેવા મળી છે. હિરા દીઠ મજુરીના દરમા રૂપિયા 5 જેટલાે વધારાે છે.

રફના ભાવમાં 30 ટકા વધારાે: કાળુભાઇ

​​​​​​​અમરેલીના કારખાનેદાર કાળુભાઇ સુહાગીયાઅે જણાવ્યું હતુ કે રફના ભાવમા પણ 30 ટકા વધારાે થયાે છે. કંપનીઅાે છેલ્લા ત્રણ માસથી દર મહિને રફનાે ભાવ 10 ટકા વધારે છે. નવા કારીગરાે મળતા નથી અને જુના કારીગરાે અન્ય ધંધામા વળ્યાં હાેય રત્ન કલાકારાેની ખેંચતાણ છે.- કાળુભાઇ

અેક વર્ષથી ઘરે બેઠેલા કારીગરાેને રાેજી મળી
અમરેલી જિલ્લા ડાયમંડ અેસાે.ના પ્રમુખ લલીતભાઇ ઠુંમરે જણાવ્યું હતુ કે અાઠ વર્ષ બાદ અાવી તેજી જાેવા મળી છે. રત્ન કલાકારાે છેલ્લા અેક વર્ષથી રાેજીરાેટી વગર ઘરે બેઠા હતા તેમને ફરી રાેજગારી મળતી થઇ છે. વધુમા વધુ હિરા ઉતારવા માટે કારખાનાનાે સમય વધારાયાે છે.- લલીતભાઇ

મજુરીના દરમાં કેટલાે વધારાે
અગાઉ તળીયાના કારીગરને હિરા દીઠ રૂપિયા 7 ચુકવાતા હતા. જે હવે રૂપિયા 8 થી 9 ચુકવાઇ રહ્યાં છે. અાઠ પેલના રૂપિયા 4 ચુકવાતા હતા જે હવે રૂપિયા 4.50 થી લઇ 5 સુધી અાપવામા અાવે છે. અાવી જ રીતે મથાળાના કારીગરને હિરા દીઠ રૂપિયા 4 અપાતા હતા જે હવે 4.50 થી લઇ 5.50 ચુકવવામા અાવે છે. મેનેજરાેના પગારમા પણ વધારાે કરાઇ રહ્યાે છે.

અન્ય સમાચારો પણ છે...