જિલ્લામા ચાલુ સપ્તાહે માવઠાથી ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે. પરંતુ હવે આગામી 24 કલાકમા અમરેલી જિલ્લા પરથી માવઠાનુ સંકટ હટશે.આમ તો ચાલુ માસમા બે વખત માવઠાએ અમરેલી જિલ્લાને પરેશાન કર્યો છે. પરંતુ પ્રથમ માવઠામા પ્રમાણમા ઓછો કમોસમી વરસાદ થયો હતો. જયારે માવઠાના બીજા રાઉન્ડમા અમરેલી જિલ્લાના દરેક તાલુકામા વધતા ઓછા અંશે કમોસમી વરસાદ પડયો છે.
અનેક સ્થળે વારંવાર ભારે પવન, કરા અને ગાજવીજ સાથે વરસાદ પડયો છે. ત્યારે હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ હજુ શુક્રવારની રાત સુધી માવઠાનુ જોર રહેશે.શનિવારના દિવસથી અમરેલી જિલ્લા પરથી માવઠાનુ સંકટ હટશે. છુટાછવાયા વાદળો જોવા મળી શકે છે. પરંતુ માવઠાનો માહોલ હટતા જ જિલ્લાભરમા આકરી ગરમીનો પ્રકોપ શરૂ થશે. 25મીથી જ આ વિસ્તારમા હવામાન સુકુ રહેવાની આગાહી કરાઇ છે. આમ, લોકો હવે માવઠાથી કંટાળી ગયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.