આત્મહત્યાનો પ્રયાસ:નાપાસ થવાની બીકે યુવતીએ દવાના 40 ટીકડાં ખાઇ લીધા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીની યુવતીએ MLTની પરીક્ષા આપી’તી

અમરેલીમાં ચિતલ રોડ પર મહિલા સોસાયટીમાં રહેતી એક યુવતીએ તાજેતરમાં એમએલટીની પરીક્ષા આપી હોય પરંતુ પરીક્ષામાં નાપાસ થવાની બીકે તેણે અન્ય કોઇ બીમારીની દવાના 40 ટીકડાં ખાઇ લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી.યુવતીએ દવાના 40 ટીકડાં ખાઇ લીધાની આ ઘટના અમરેલીમાં બની હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીંના ચિતલ રોડ પર મહિલા સોસાયટીમાં રહેતા પલ્લવીબેન પ્રકાશભાઇ રાઠોડ (ઉ.વ.21) નામની યુવતીએ તાજેતરમાં એમએલટીની પરીક્ષા આપી હતી.

આ પરીક્ષાનું પરિણામ કેવું આવશે તેની બીક તેમજ પોતે નાપાસ થવાની બીક લાગ્યા કરતી હતી. જેને પગલે આ યુવતીએ પોતાના ઘરે કોઇ બીમારીની પડેલી દવાના 40 ટીકડાં ખાઇ લેતા તેને ઊલટી ઊબકા થવા લાગ્યા હતા. આ યુવતીને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.વી.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...