મંજુરી:અમરેલીમાં તાલુકા શાળામાં અદ્યતન અંગ્રેજી માધ્યમની શાળાનો પ્રારંભ થશે

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાની મંજુરી આપી

અમરેલીમાં તાલુકા શાળાના બિલ્ડીંગમાં અદ્યતન આધુનિક અંગ્રેજી માધ્યમની શાળાનો શુભારંભ થશે. અહી શિક્ષણ વિભાગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાની મંજુરી આપી હતી.

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. સારહી યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષી, વાઈસ ચેરમેન દામજીભાઈ ગોલ, શાસનાધિકારી હિરેનભાઈ બગડા અને શિક્ષણ સમિતિની ટીમના પ્રયત્નોથી અમરેલી શહેરમાં સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરવા દરખાસ્ત કરાય હતી.જેની પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મંજુરી મળી હતી.

ત્યારે જુન માસના નવા સત્રથી અમરેલીના લાઈબ્રેરી સામે તાલુકા શાળામાં આધુનિક ડિજીટલ ઉપકરણોથી અંગ્રેજી માધ્યમની સ્માર્ટ શાળાનો શુભારંભ થશે.​​​​​​​ અમરેલીને અંગ્રેજી પ્રાથમિક શાળાની મંજુરી મળતા ભાવેશભાઈ સોઢા, મેહુલ ધોરાજીયા, રસિક પાથર, દિલીપસિંહ ઠાકોર, દિવ્યેશ વેકરીયા, નીખીલ આશર, પરેશ દાફડા, નિમિષા પંડયા, ભાવેશ પરમાર, મનીષ સીધ્ધપરા અને અતુલપરી ગોસાઈએ સરકાર અને શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

કેવી હશે અંગ્રેજી પ્રાથમિક શાળા?

  • સ્માર્ટ બોર્ડ
  • ​​​​​​​સગવડતા યુક્ત બેન્ચીસ
  • ​​​​​​​ઓડિયો વિડીયો વિજ્યુલ
  • પ્લેઝોન એરિયા
  • ફ્રી પાઠ્યપુસ્તક
  • ફ્રી ડ્રેસ
  • ટ્રાન્સપોટેશન સુવિધા
અન્ય સમાચારો પણ છે...