વહિવટદારની નિમણુંક કરાઇ:રાજુલા,જાફરાબાદ, ચલાલા અને લાઠી નગરપાલિકામાં વહિવટદારની નિમણૂંક

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટાયેલી બોડીની મુદ્દત પુર્ણ થઇ પરંતુ ચૂંટણી યોજી ન શકાઇ

રાજય સરકાર દ્વારા આજે 76 નગરપાલિકામા વહિવટદારની નિમણુંક કરવામા આવી હતી. અમરેલી જિલ્લામા રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠી પાલિકામા પણ વહિવટદારની નિમણુંક કરાઇ છે. જિલ્લાની આ ચારેય નગરપાલિકાની મુદત ફેબ્રુઆરીમા પુર્ણ થઇ ગઇ છે. આમ તો સામાન્ય રીતે નગરપાલિકાની બોડીની મુદત પુર્ણ થાય તે પહેલા ચુંટણી યોજી નાખવામા આવતી હોય છે.

જેથી એક બેાડીની મુદત પુર્ણ થતાની સાથે જ નવા ચુંટાયેલા સતાધીશો વહિવટ સંભાળે છે. પરંતુ હાલમા આ ચારેય નગરપાલિકાની ચુંટણી યોજી શકાઇ નથી. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા પછાત વર્ગોની બેઠક નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરાઇ છે. જેણે 90 દિવસમા રાજય સરકારને ભલામણ સોંપવાની છે. અને આ ભલામણ સોંપાયા સુધી ચુંટણી યોજાઇ શકે તેમ ન હોય જે પાલિકાની મુદતો પુર્ણ થઇ છે ત્યાં વહિવટદાર મુકાયા છે.

રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા 3 માર્ચના રોજ અમરેલી જિલ્લામા જાફરાબાદ, રાજુલા, ચલાલા અને લાઠી પાલિકામા વહિવટદારની નિમણુંક કરાઇ છે. ચારેય નગરપાલિકામા વહિવટદાર તરીકે જે તે તાલુકાના મામલતદારને મુકવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...