મુસાફરોને હાડમારી:જાફરાબાદ ST ડેપોનો વહિવટ કથળ્યો, લાંબા અંતરના રૂટની બસ સેવા બંધ થઇ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ, સુરત, અમદાવાદ સહિત લાંબા અંતરની બસો દોડાવવા માંગ

જાફરાબાદમા એસટી ડેપોનો વહિવટ પાછલા ઘણા સમયથી કથળી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીથી લાંબા અંતરની બસો દોડાવવામા આવતી ન હોય મુસાફરોને હાડમારી વેઠવી પડી રહી છે. આ વિસ્તારમા અનેક નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે જેમા મોટી સંખ્યામા પરપ્રાંતિય લોકો અને કર્મચારીઓ નોકરી કરતા હોય છે. જાફરાબાદમાથી મુંબઇ, સુરત, અમદાવાદ, પોરબંદર જેવા લાંબા અંતરના રૂટો બંધ હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. જાફરાબાદમા આસપાસ ખાનગી કંપનીઓમા યુ.પી. બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજયોમાથી મોટી સંખ્યામા લોકો રોજગારી માટે અહી કામ કરતા હોય છે.

પરંતુ જાફરાબાદ એસટી ડેપોમાથી લાંબા અંતરની બસો દોડાવવામા આવી રહી ન હોય મુસાફરોને પોતાના વતન તરફ જવામા ભારે મુશ્કેલી પડી રહી છે. અહીથી ઉના જાફરાબાદ મુંબઇ, ઉના જાફરાબાદ સુરત, જાફરાબાદ ભુજ, ગાંધીનગર, મુંબઇ, સુરત જેવા લાંબા અંતરની બસો દોડાવવામા આવતી નથી.

શહેરની અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા અગાઉ એસટીના વિભાગીય નિયામકને આ પ્રશ્ને રજુઆત પણ કરી છે. પરંતુ તેમ છતા હજુ સુધી આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. અહીથી રીઝર્વેશન પણ કરાતુ નથી. જાફરાબાદથી કોડીનાર રૂટની બસ પણ બંધ કરવામા આવી છે. તો બીજી તરફ અહીથી અનેક ખાનગી બસોમા ટ્રાફિક ખુબ મળે છે.

પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન
જાફરાબાદમા એસટીના કથળેલા વહિવટથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. ત્યારે આગામી દિવસોમા આ પ્રશ્નનો કોઇ ઉકેલ નહી આવે તો એનએસયુઆઇ સહિત સંગઠનો દ્વારા આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...