નિર્ણય:મહુવા- સુરત દોડતી સ્પેશ્યલ ટ્રેનમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ વધારાના કોચ લગાડાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોની માંગણીને ધ્યાને રાખી પશ્ચિમ રેલવેએ નિર્ણય કર્યો

મહુવા- સુરત વચ્ચે દોડતી સ્પેશ્યલ ટ્રેનમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વધારાના કોચ લગાડાશે. અહી મુસાફરોની માંગણીને ધ્યાને રાખી પશ્રિમ રેલવે વિભાગે કોચ વધારવાનો નિર્ણય કર્યો હતો. તહેવારો સમયે ટ્રેનમાં ચીક્કાર ટ્રાફિક જોવા મળે છે. તેવા સમયે જ ટ્રેનમાં વધારાના કોચ લગાડવાના રેલવેના આ નિર્ણયને મુસાફરોએ ‌વધાવી લીધો હતો.મહુવા- સુરત ટ્રેન નંબર 09050 અને 09049 સ્પેશ્યલ ટ્રેનમાં 1 નવેમ્બરથી પાંચ સ્લીપર અને એક સેકન્ડ સીટીંગ કોચ લગાડાશે. તેમજ મહુવાથી સુરત જતી ટ્રેન નંબર 09050માં 31 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી અને સુરતથી - મહુવા ટ્રેન નંબર 09049 સ્પેશ્યલમાં 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી પાંચ સ્લીપર અને એક સેકન્ડ બેઠક સહિત કુલ 6 વધારાના કોચ લગાડવામાં આવશે.

તહેવાર સમયે સુરતથી મહુવા જતી ટ્રેનમાં ટ્રાફિક વધે છે. જેના કારણે સુરતથી અમરેલી અને મહુવા જતા - આવતા મુસાફરોએ સ્પેશ્યલ ટ્રેનમાં કોચ વધારવા માટે રેલવે વિભાગને રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને પશ્રિમ રેલવે વિભાગે સુરત- મહુવા સ્પેશ્યલ ટ્રેનમાં વધારાના કોચ લગાડવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...