તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વતનમા ઉજવણી:પુરુષોત્તમ રૂપાલાને મોદી કેબિનેટમાં સ્થાન અપાતા અમરેલીના ઈશ્વરીયા ગામમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોં મીઠા કરાવ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • દિલીપ સંઘાણીએ પુરુષોત્તમ રૂપાલાના માતાની મુલાકાત કરી

કેન્દ્ર મા આજે મોદી મંત્રી મંડળમા અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામના વતની પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન આપી મોદી કેબિનેટમાં સ્થાન આપવામા આવ્યું છે. ત્યારે તેમના વતન ઇશ્વરીયા ગામમા ખુશી નો માહોલ સર્જાયો છે. પ્રોમોશનના સમાચાર મળતા જ ઇશ્વરીયા ગ્રામજનો રૂપાલા પરિવારના આંગણે એકઠા થયા હતા અને મીઠાઈ વહેચી એક બીજાના મોં મીઠા કર્યા સાથે જ ધોળા દિવસે ફટાકડા ફોડી આતશબાજી કરી કરી હતી.

સહકારી આગેવાન દિલીપ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરો પુરુષોત્તમ રુપાલાના વતન ઈશ્વરિયા પહોંચ્યા હતા. દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલા અભ્યાસકાળથી ખાસ મિત્ર છે. ત્યારે રૂપાલાના માતાને પેંડા ખવડાવી ખુશી વ્યકત કરી હતી. પુરુષોત્તમ રૂપાલાના માતા દ્વારા પણ ભાજપના કાર્યકર્તાઓને પેંડા ખવરાવી મોં મીઠા કરાવ્યા હતા.

ઇશ્વરીયા ગામના પરસોત્તમ રૂપાલા ના મિત્ર રામજીભાઈ સરખેદી એ કહ્યું કે, અહીં નરેન્દ્રભાઈ જે તે સમયે કાર્યકરોની સાથે બેઠક કરી હતી ત્યાર થી રૂપાલા સાહેબ ની શક્તિ જાણી ગયા હતા. જ્યારે રૂપાલા સાહેબને કોઈ રજુઆત કરે એટલે પહેલા તે તેમા ઊંડાણ પૂર્વક તપાસ કરે અને જો સાચી હોય તો કામ કરે જ જો સાચી ના હોય તો મોઢે કહેવામા જરાય સંકોચ ન કરે

જે વિભાગ સોંપશે તેમા રૂપાલા સફળ થશે- દિલીપ સંઘાણીઅમરેલી ભાજપ નેતા દિલીપ સંઘાણી એ કહ્યું કેબિનેટ માં જે વિભાગ સોંપશે તેમા સબળ અને સફળ જશે મને વિશ્વાસ છે. જ્યારે અમરેલીના હોય અને મારા મિત્ર છે તો મને તો ગૌરવ થાય ભારતીય જનતા પાર્ટી ને પણ મોટું યશ અપાવશે.

અન્ય સમાચારો પણ છે...