દિવાળીની શુભેચ્છા:કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અમરેલી સ્થિત નિવાસ સ્થાને દિવાળીની શુભેચ્છા પાઠવવા કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો કેન્દ્રિય મંત્રી રૂપાલાના નિવાસ સ્થાને આવી રહ્યા છે

નવું વર્ષ અને દિવાળી તહેવારમા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામ વતન 3 દિવસથી આવી ગયા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી સતત ભાજપના કાર્યકરો મુલાકાત લઈ રહ્યા છે અને અવર જવર વધી રહી છે. આજે દિવાળીના દિવસે રૂપાલાના નિવાસ સ્થાને સહકારી અગ્રણી દિલીપ સંઘાણી પણ પહોંચ્યા હતા.

આ ઉપરાંત રાજુલા સહિત અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથક માંથી હોદેદારો કાર્યકરો દિવાળી તહેવાર અનુસંધાને દિગજો ને મળી રહ્યા છે અને સતત મંત્રી પણ તેમના નિવાસ સ્થાને સામાન્ય કાર્યકર ની જેમ જોવા મળ્યા હતા અને ખુલ્લા મનથી કાર્યકરો સર્ચા વિચારણા કરી રહ્યા છે. જેના કારણે કાર્યકરો વધુ આવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવાસ સ્થાને રાજુલા શહેરના વિરીષ્ઠ અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણ સહિત કાર્યકરો પૂર્વ હોદેદારો સાથે પહોંચ્યા હતા અને જૂની વાતો વાગોળી તાજી કરી હતી. આ ઉપરાંત રૂપાલાએ તેમના શરૂઆતના રાજકીય કારકિર્દી અને યુવા કાળની સર્ચાઓ કરી જુના કાર્યકરો અગ્રણીઓને યાદ કર્યા હતા અને સંગઠનને લઈ પણ ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...