આત્મહત્યા:માળીલામાં મહિલાએ એસીડ પી જીવન ટુંકાવ્યું

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ ચલાલા સાથે ન લઇ જતા ભરેલું અંતિમ પગલું

અમરેલી તાલુકાના માળીલામાં રહેતા એક મહિલાને તેના પતિ ચલાલા સાથે ન લઇ જતા તેણે એસીડ પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પલીસને જાણ કરાઇ હતી. મહિલાના આપઘાતની આ ઘટના અમરેલી તાલુકાના માળીલામા બની હતી. અહીના પ્લોટ વિસ્તારમા રહેતા વનીતાબેન વિજયભાઇ ચાવડા નામના મહિલાએ એસીડ પી આપઘાત કરી લીધો હતો.

મૃતક મહિલાના પતિ વિજયભાઇ ચાવડાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા એવુ જણાવ્યું હતુ કે તેને ચલાલા શાકભાજી લેવા માટે જવાનુ હોય અને દાઢી પણ કરાવવાની હોય વનિતાબેને સાથે ચલાલા આવવાનુ કહ્યું હતુ.જો કે તેણે કહ્યું હતુ કે તુ તડકામા ત્યાં સુધી રહીશ તેમ કહી સાથે લઇ ગયા ન હતા. જેના કારણે તેણે આ પગલુ ભરી લીધુ હતુ. બનાવ અંગે પીએસઆઇ એ.આર.છોવાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...