કાર્યવાહી:અમરેલીના વરસડામાં આઘેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સામે અગાઉ પણ લુંટ,એટ્રોસીટી અને મારામારીની ફરિયાદ

અમરેલીના વરસડા ગામે ફાળો ઉઘરાવા નીકળેલા આઘેડને છરીના ઘા મારી હત્યા નિપજાવનાર આરોપીને એલસીબીએ ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. ઝડપાયેલા ચંપુ ધાધલ સામે અગાઉ પણ લુંટ, એટ્રોસીટી અને મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વરસડા ગામે ચંપુભાઈ રામભાઈ વાળા, ગુલાબભાઈ ઠાકોર અને દડુભાઈ આહીર ગામમાં આવેલ રણછોડદાસ બાપુના આશ્રમમાં કલર કામ કરવા માટે ફાળો ઉઘરાવવા માટે નીકળ્યા હતા. ત્યારે ગામના શિવ મંદિર પાસે પહોંચતા ચંપુ વલકુભાઈ ધાધલે કહ્યું હતું કે ગીગબાપુની પ્રજા ભિખારીના પેટની છે.

તે ગામમાં ફાળો લેવા હાલી નીકળી છે. તેમ કહેતાં ચંપુભાઈ રામભાઈ વાળા તેને આવું ન કહેવા સમજાવવા ગયા હતા. ત્યારે ચંપુ વલકુભાઈ ધાધલે પોતાની પાસે રહેલ છરી વડે ચંપુભાઈ વાળાને છાતીના ભાગે ઘા મારી હત્યા કરી નાખી હતી.આ અંગે આરોપી સામે જયવીરભાઈ ચંપુભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી હતી. હત્યારાને ઝડપી લેવા એલસીબી, એસઓજી અને અમરેલી તાલુકા પોલીસની જુદી જુદી ટીમ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે એલસીબીની ટીમે હત્યારા ચંપુ ધાધલને ઝડપી લીધો હતો. આ આરોપી ગુનાહિત ઈતીહાસ ધરાવે છે. તેમની સામે અગાઉ પણ લુંટ, મારામારી અને એટ્રોસીટીના ગુના નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...