LCBની કાર્યવાહી:વડીયાના બરવાળા બાવળમાં ખુનની કોશીષ કરનાર આરોપી ઝડપાયો

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદાજુદા 19 ગુનામાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટરને એલસીબીએ દબોચી લીધો

વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે ખુનની કોશિષ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો. તેની સામે જુદા જુદા 19 ગુના નોંધાયેલા છે. ત્યારે એલસીબીએ હિસ્ટ્રીશીટર આરોપીને બરવાળા બાવળમાંથી દબોચી લીધો હતો. બરવાળા બાવળ ગામે રહેતા દીલુ સુરગભાઈ ઉર્ફે સુરીગભાઈ વાળા સામે વડીયા પોલીસ સ્ટેશનમાં જ જુદાજુદા 16 ગુના નોંધાયેલા છે.

ઉપરાંત જેતપુર, ધારી અને જેતપુર પોલીસ સ્ટેશનમાં એક એક ગુનોં નોંધાયેલ છે. તેમજ દીલુ વાળા સામે વડીયા પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિષનો ગુનો નોંધાયા બાદ તે ફરાર હતો.ત્યારે અમરેલી એલસીબીની ટીમ વડીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હિસ્ટ્રીશીટર દીલુ વાળા બરવાળા બાવળમાં તેમના ઘરે હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ તેમના ઘરે રેઈડ કરી તેમને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...